________________
૪૧૮]
[ શ્રી સિદ્ધપદ સુધી તે પૂછી શકાય કે કેટલા બાકી છે? પણ ૧૦૦ રૂા. આપી ખાતું ચૂકતે કર્યું પછી કોઈ પૂછે કે હવે કેટલા બાકી રહ્યા? તે કહેવું જ પડે, “પૂરા થઈ ગયા છે. હવે કશું બાકી નથી.” જેમ દેશમાંથી મુસાફરી કરીને મુંબઈ તમારે ઘેર પહોંચવાનું હોય, ઘેર આવ્યા બાદ કેઈ પૂછે કે, હવે “કયાં જવાનું બાકી છે તે શું કહો?” તમે જવાબ આપવાના કે, “જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચી ગયે હવે બાકી શેનું ?”
બસ, આવી જ રીતે આત્માને સુખ-દુઃખના અનુભવે, શરીર ધારણ કરવાની ક્રિયાઓ, આરંભ–સમારંભની ક્રિયાઓ કે પછી કોઈ પણ ધર્મ– અનુષ્ઠાન કરવાની જરૂરત ત્યાં સુધી જ રહેવાની કે જ્યાં સુધી તે મોક્ષે ન પહોંચે હોય! અને આથી જ સમજુ આત્માઓને એ પ્રશ્ન પણ થત નથી કે મોક્ષમાં જઈને શું કરવાનું ? પૂર્ણતા એટલે પૂર્ણાહતિ. આત્મા સ્વરૂપમાં આવી ગયે, પરરૂપને ત્યજી દીધું હવે શું કરવાનું તે પ્રશ્ન જ કયાં છે! '
એક નટે વિવિધ વેશ પહેરી ભજવાય તેટલા નાટક ભજવ્યા. હવે નાટક પૂરું થયું તે બાદ પણ કઈ પૂછે ખરું કે, “હવે કયે વેશ-કયું નાટક બાકી છે?”
પ્રશ્ન:–ભલે, ક્યો ખેલ કરે તેમ ન પૂછી શકાય. પણ નાટક કર્યા બાદ શું કરશે, કયાં જશે, કયાં રહેશે? એ તે પૂછી શકાય ને ! અમે મોક્ષ પામેલા–સિદ્ધના આત્મા વિષે, “ફરી એ આત્મા કયારે સિદ્ધ થશે ?” એમ ન પૂછીએ પણ, ક્યાં રહે? કેવી રીતે રહે? તેવા પ્રશ્નનો તે થાય ને !
જવાબતેવા પ્રીને ખુશીથી કરો. અને તમે નહીં કરે તો પણ હું તમારા તરફથી પ્રશ્ન મૂકીને પણ સમજાવ્યા વિના થડે રહીશ ! મારે તો તમને “નમો
હતિ મોહમાં આત્માન ન પહોંચે ત્ય