________________
વિવેચન ]
| ૪૨૩
પહોંચે છે. એટલે તે અર્થ અહીં એક સમય પહેલાં ઘટી જાય.
પ્રશ્નઃ—ના ઘટે. કેમકે તે આત્માને પણ અહીંથી લોકાગ્રે જવાનું તે બાકી જ છે ને !
જવાબ –તમારી વાત સાચી છે કે મેક્ષરૂપ આત્મપયોય તો પ્રગટી જ ગમે છે. હવે મેક્ષરૂપ સ્થાને પહોંચવાનું બાકી છે. શાસ્ત્રમાં મોક્ષના ય બંને અર્થો કર્યા છે. એક સ્થાનઆશ્રિત અને બીજો પર્યાય આશ્રિત. એટલે મેક્ષરૂપ આત્મપર્યાય તે અહીં પેદા થઈ ગયે. માત્ર સ્થાનરૂપ મેક્ષે પહોંચવાનું બાકી કહેવાય.
કૃતકૃત્યતા આત્મપર્યાયરૂપ જ ગણાય. તેથી સ્થાનરૂપે મોક્ષ પ્રાપ્ત થ બાકી હોવા છતાં ય ભાવરૂપ–આત્મપર્યાયરૂ૫ મેક્ષ તે પ્રાપ્ત થઈ જ ગયે માટે તે કૃતકૃત્ય છે. વળી, સર્વ કર્મોના સંગથી રહિત થયા બાદ આત્મા મેક્ષમાં જાય છે. તે ગતિ કોઈ કર્મના બાકી રહેવાના કારણથી નથી થતી પણ એક આત્મસ્વભાવરૂપે થાય છે તે ગતિના કારણે આપણે વખતે વિચારીશું.
અત્યારને મુખ્ય વિચાર તો સિદ્ધનો આત્મા કૃતકૃત્યનિષ્કિતાર્થ છે. જેને હવે કશું જ કરવાનું બાકી નથી રહ્યું તેવા સિદ્ધોની વિચારણાને છે.
નામ સિદ્ધાણં' પદના ત્રીજા અર્થને જ આપણે વિચાર કરી શક્યા છીએ. હજી બીજા ત્રણ અર્થો વિચારવાના છે. જિનેશ્વર ભગવાનના શાસનમાં અગાધ જ્ઞાન છે. શ્રુતસમુદ્ર ખરેખર સામાન્ય બુદ્ધિથી પાર ન કરી શકાય