________________
વિવેચન ]
[ ૩૩
ત્યારે તેનાથી બચાવવા પરમ કાણિક ભગવાને શીતલેશ્યાને પ્રગ કર્યો હતે. શું આ વાત ગોશાલાને યાદ ન હતી? શું તેને ખબર ન હતી કે ભગવાનની પાસે તે તેને પ્રતિકાર પણ હાજર છે, તે મારી તેજેશ્યાનું શું પરીણામ આવશે ? પણ જે વખતે ભગવાને શાલાને બચાવ કર્યો હતો તે વખતે તે ભગવાન કેવલી બન્યા ન હતા. હવે તે વીતરાગ થયા એટલે શીતલેશ્યાનો પ્રયોગ ન જ કરે. પણ ભગવાનને બચાવ કરવાની જરૂર કયાં હતી? તેમના પિતાના જ પ્રભાવથી શાલાએ ફેંકેલી તેજલેશ્યા પછી તેના ઉપર જ પાછી આવી, અને તેના સખત દાહથી ગોશાલાના છેલ્લા દિવસો આવી પહોંચ્યા. તેજલેશ્યાના દાહથી એટલે તે પીડાતો હતો કે લગભગ ગાંડપણની દશામાં આવી ગયા હતા. જોર-જોરથી પાણી– પાણીની રાડ પાડી રહ્યો હતો. સાત-સાત દિવસ સુધી આવી કારમી પીડાથી તે સબડતે રહ્યો, પણ સાતમા દિવસે તેની મતિ સુધરી. ભગવાનની આશાતનાને પિતાને ખ્યાલ આવતાં અંતર કકળવા માંડયું દુનિયાની પાસે મોટાપણુને શિરપાવ લેવો સહેલો છે, પણ પિતાની જાત પાસેથી મોટાપણુને શિરપાવ મેળવવો મુકેલ છે. ગોશાલાને પોતાની દંભલીલા યાદ આવતી ગઈ તેમ અંતરમાં મૂંઝવણ વધતી ગઈ. આખરે બધા જ શિષ્યને પાસે બોલાવ્યા અને બધાને સોગંદ આપ્યા. બધાને કબુલ કરાવ્યું કે, “મારા મરણ બાદ મારા પગ બાંધજો અને મેઢામાં ત્રણ વાર થંકજે. પછી શ્રાવસ્તી નગરીની શેરીઓમાં મરેલા કૂતરાની જેમ મારા મડદાને ફેરવજે અને બધાને સંભળાય તેવી રીતે જાહેર કરજેઆ ગે શાલે મંખલીપુત્ર જિન નથી છતાં ય