________________
૪૦૬ ]
[ શ્રી સિદ્ધપદ તે એ વાતનું છે કે આવી માન્યતા કરવાની હિંમત કેવી રીતે પેદા થતી હશે? મુક્તિમાર્ગને આ સાચે અને સંપૂર્ણ રસ્તે તે નથી જ પણ ખરાબ રસ્તો છે. કારણ પાણીમાં સ્નાન કરવાની વાતમાં ત્યાગ શું? તપ શું? સહન કરવાનું શું ? પાંચ અભક્ષ્ય વસ્તુના ત્યાગમાં તે એટલે પણ ત્યાગ હતે. આમાં તે છે જ શું ? નામ માત્ર પણ ત્યાગ નહીં, પણ હિંસા ખરી. શાંત પાણીમાં, કુંડમાં, તળાવમાં કેટલા નાના-મોટા જી હોય છે. ન્હાનાર માણસ બધા જીને ત્રાસ પહચાડે છે અને નાશ પણ કરે છે. તેની કલ્પના કરી શકે છે? વિજ્ઞાનવાળાઓ પણ સૂફમદર્શક યંત્રથી એક જ પાણીના બિંદુમાં હજારે હાલતા-ચાલતા જ બતાવે છે. આ બધાને નાશ કરીએ છતાં ય પાપ ન લાગે અને પાપ હોય તે ય ચાલ્યા જાય આ તે કેવી બેવકુફાઈની વાત છે? હિંસા કરવાથી પાપને નાશ.? અને તે પાપને નાશ પણ કે...? મોક્ષ મળે છે. બલિહારી ભગવાનના શાસનની છે જ્યાં મોક્ષનું સ્વરૂપ પણ ઉત્તમ છે મેક્ષને પ્રાપ્ત કરવાનો માર્ગ પણ ઉત્તમ છે. પાણીમાં જીવે છે એવું તે હવે વિજ્ઞાનના કારણે બધા માનતા થયા છે પણ પાણી ખુદ જીવનું શરીર છે તે હજી વિજ્ઞાનને સિદ્ધ. કરવાનું બાકી છે. સર્વજ્ઞ ભગવંતેએ અનંતકાળથી એ સત્ય પ્રરૂપ્યું છે. પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ. મ. જેવા સર્વ શાસના પારંગામી વિદ્વાન ભગવાનની પ્રશંસા કરતાં-કરતાં ધરાતા નથી. તેમના શરીરનો જન્મ ભલે જેનકુળમાં ન થયે હોય પણ તેમને આત્મા જેનને આત્મા બની ચૂકેલ હતું. તેમણે વિશ્વના સમસ્ત દર્શનશાસ્ત્રનો અને ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરીને એક ચેલેંજ ફેંકી છે. તેઓ કહે છે.