________________
૪૦૪]
[ શ્રી સિદ્ધપદ તે પણ છેડવા લાયક છે. જૈન મહાસાગરના વિચારના જલબિંદુઓ જ બીજે ઊડયા છે તેમ નહીં પણ જેન આચારે પણ અન્ય ધર્મમાં પ્રવેશ્યા છે તે નિર્વિવાદ વાત છે.
અહીં આપણે અન્ય મતમાં મેક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તેને વિચાર કરી રહ્યા છીએ. પાંચ અભક્ષ્ય ચીજોને છોડી દેવાથી મેક્ષની પ્રાપ્તિ થાય જ તેવું એકાંતે કહેનારા ખોટા છે. તેમણે મેક્ષ માટે બતાવેલ સાધનો સારા હેવા છતાં ય સાચા અને સંપૂર્ણ નથી. - આ પાંચ વસ્તુ ખાવાથી હિંસાનું પાપ લાગે છે અને
આ પાંચ વસ્તુનો ત્યાગ કરવાથી હિંસાથી અટકી જવાય છે તે વાત સાચી, પણ મેક્ષમાં જનારે માત્ર તે પાંચ ચીજના ભક્ષણથી થતી હિંસામાંથી જ અટકવાનું છે? શું બીજી અભક્ષ્ય ચીજો ખાવાથી હિંસા થતી નથી? જે ચીજો અભ
ક્ય નથી તે ખાવાથી શું પાપ નથી લાગતું? જૈન શાસ્ત્ર કહે છે ભક્ષ્ય પણ ચીજ અત્યંત આસકિતથી ખાનાર મહાન કર્મ બાંધે છે. તેથી મેક્ષમાં જવા માટે કેવળ અભક્ષ્ય ચીજોને ત્યાગ નહીં પણ ભક્ષ્ય ચીજોને ખાતાં હોવા છતાંય તીવ્ર વૈરાગ્ય રહે જોઈએ તે જ પાપબંધ ન થાય. અને માત્ર ખાવા-પીવાની ચીજોમાં જ આસક્તિ થાય છે તેમ નહીં પણ જોવાની, સૂંઘવાની, પહેરવાની, સૂવાની કે વપરાશ યોગ્ય કઈ પણ પદાર્થ પર આસકિત કરવાથી કર્મો બંધાય છે. જ્યાં સુધી અનાસક્તિ ન આવે, વૈરાગ્ય પેદા ન થાય ત્યાં સુધી તે આત્મા કર્મોને બાંધ્યા જ કરે. બધા જ કર્મો આવતા બંધ થાય અને જુના બધા કર્મો ખલાસ થાય ત્યારે જ મુક્તિ મળે પણ માત્ર આ પાંચ ચીજને