________________
વિવેચન ]
[ ૪૦૩
99
કલ્યાણમંદિરના પાઠ કરવાના કહું તે ડુંગળી-કાંદાનું શાક કરવુ આસાંભળનાર સાચા વૈરાગી રામલાલનું હૈયુ કપાઈ ગયુ પણ કરે શુ ? ત્યાં હતા એટલે તેમના કાબૂમાં જ ચાલવાનું હતું પણ આવું ધતીગ તેએ નભાવી શકયા નહીં. તેમને એ વાત દિલમાં ખટકયા જ કરતી કે જે પેાતાની રસની લાલસાને પેાષવા ભક્તને છેતરે ? અને ભકતાને છેતરવા ભગવાનના સ્તવનાના નામથી કાંદા-બટાટા જેવી અભક્ષ્યવસ્તુના સંકેત કરે ? એ કેમ ચલાવી લેવાય. ધીમેધીમે શાસ્ત્રથી વિપરીત વર્તન કરતા એ ગુરુને તેમણે છોડી દીધા અને જૈન સ્થાનકવાસી સંપ્રદાયમાં દ્વીક્ષા લીધી. ત્યાં પણ મૂર્તિ પૂજાનું ખંડન અને અન્ય આચાર-વિચાર શાસ્ત્રથી વિરુદ્ધ લાગતા અમારા દાદાગુરુ પૂ. આત્મારામજી મહારાજની સાથે રામલાલજી તથા બીજા ૧૮ સાધુએ સ્થાનકવાસી સંપ્રદાયમાંથી મૂર્તિ પૂજક સંપ્રદાયમાં આવી દીક્ષિત થયા.
આ એક ભવ્ય ઈતિહાસ છે તે બધી વાતો કેાઈ પ્રસંગે કરીશું અહીં તેા ફકત રસની લાલસા માણસને કેવી સતાવે છે તે બતાવવુ' છે.
જૈન સિવાય ખીજા ધર્મના પણ કેટલાય ભવ્ય આત્માએ લસણ, ડુંગળી, અભક્ષ્ય કંદમૂળ વગેરેના ત્યાગી હાય છે. જ્યારે જૈનકુળમાં આજે લસણ, ડુંગળી, કં દમૂળ વગેરૈના નિયમ લેવા માટે સમજાવવું પડે તે કેટલી દુઃખદાયી ખીના છે. શું અહીં બેઠેલા તમે બધા ય કંદમૂળ, લસણુ, કાંદા, બટાટાના ત્યાગી છે ? કે બધી ય પાલ પેાલ છે ? જ્યારે કાઇ મતવાદીએ તેને મેાક્ષપ્રાપ્તિનું સાધન બતાવ્યું હશે ત્યારે તમને તનું કેટલું મહત્વ સમજાતુ હશે ? પ્રત્યેક જૈને તેા આવા અભક્ષ્યના અવશ્ય ત્યાગ કરવા જ જોઈએ. ઊંટડીનુ' દૂધ થોડા સમય પછી અભક્ષ્ય થઈ જાય છે, માટે