________________
વિવેચન |
[ ૪૦૧ જુઓ અમે ય તમારી સામે જ જીવીએ છીએ ને? કંઈ હવા ખાઈને તે નથી જીવતા ને ? દુનિયાની અંદર ઘણું ય ખાવા-પીવાનું પડ્યું છે. શરીરને આપવું જ છે તે શું ચિંતા છે. ચાર વસ્તુ ખાઈને પણ પેટ ભરી શકાય છે. માત્ર જૈન હોય એને જ કાંદા-બટાટા ખાવામાં પાપ લાગતું હોય અને જેન ન હોય તેને કાંદા-બટાટા વગેરે ખાવામાં પાપ ન લાગે તેવું કે જેન સમજતે હેઈ શકે? અરે ! તમને કેઈ અજેન એમ કહે કે, એ તે તમારા ધર્મમાં ન કહી છે માટે તમે ખાવ તે પાપ લાગે, પણ અમે ખાઈએ તે અમને (અજેનોને) પાપ ન લાગે. તે તમારે તેવા અજેનોને કહેવું કે, “બોલ, મુસલમાન–ક્રિશ્ચિયન લોક માંસ ખાય તો તેમને પાપ લાગે કે નહિ? શું તેમના ધર્મમાં ના ન પાડી હેય માટે તે માંસ ખાય કે ગોમાંસ ખાય તે કોઈ પણ હિન્દુ એવું કહે ખરે કે મુસલમાન-ક્રિશ્ચયનને પાપ ન લાગે પણ હિન્દુને જ પાપ લાગે ?”
આવી બધી દલીલેની કઈ કિંમત નથી. જે રસનાલેપીએ છે તેને તે શાસ્ત્રમાં લખેલું ય માનવાની ક્યાં પરવા છે? આ ઉપર બતાવેલ મતવાદ પણ એક હિન્દુધર્મની જ શાખા છે. છતાં ય શું બધા હિન્દુઓ લસણ અને ડુંગળી છોડવા તૈયાર થવાના ખરા ? તમે એમ જ સમજતા હતાને કે હિંદુશાસ્ત્રમાં અભક્ષ્ય ને લસણ, કાંદા, ડુંગળી વગેરેને છેડવાના નિયમ નથી.નિયમ તો ઘણાં છે પણ તેઓને - પાળવાની ગરજ નથી માટે આવી દલીલ કરે છે. જેને છેડવું હોય, સાચું સમજવું હોય એ આવી દલીલ ન કરે કે, “મારા ધર્મમાં તે ના કહી નથી માટે મને પાપ ન લાગે.”