________________
૪૦૦ ]
[ શ્રી સિદ્ધપદ
છે, આના કરતાં તે જેન ન થયા હતા તે આવી મુશ્કેલી તો ન પડત ને?” પણ આવું વિચારવાવાળે એમ જ વિચારે કે, માણસને તે પકાવેલી કે ઝાડ પર પણ પાકેલી ચીજે જ ખાવા મળે છે એના કરતાં ઊંટ કે બકરૂં થયા હોત તે સારું કે બધું જ ખાવા મળત. કહેવત છે ને કે, ઊંટ મેલે આકડે અને બકરી મેલે કાંકરો” બસ એક વખત બકરી થવું અને બધું ખાવાની સાથે આકડે ય ખાઈ જવાય, અને એક વખત ઊંટ થવું કે બાકી રહેલ કાંકરે પણ ખાવા મળી જાય. માળા જ ય રસનાની લાલચમાં આવીને કેવી ભયંકર કલ્પના કરી નાંખે છે. પાપની છૂટ મેળવવા માટે ચિંતામણીરત્ન જેવા જૈનધર્મનેય છેડી દેવા તૈયાર થાય છે. વિષયને આધીન થયેલ આત્મા કે પામર બની જાય છે. મનુષ્યભવ મનુષ્યજન્મ ખાવા માટે નથી મેળવ્યો, જૈનધર્મ ખાવા માટે નથી મેળવ્યું, પણ અનાદિની. ભૂખની આગને અનંત કાળી માટે તૃપ્ત કરવા માટે મેળવ્યો છે. ખા....ખા. કર્યા જ કરવું હોય તો વણિયરને જન્મ સારે. તમને ખબર નહીં હોય ગેળની વખારમાં દસ-પંદર વ ણયર પેસી ગયા હોય તે રાતમાં ગેળની વખારની વખાર ખાલી કરી નાંખે. એક બાજુથી ખાતા જાય અને બીજી બાજુથી કાઢતા જાય. શું આવા ભવમાં જવું છે? માનવજન્મ મેળવીને જૈન ધર્મની પ્રાપ્તિ કરી તેને આનંદ હવે જોઈએ તેના બદલે અભય ખાવાનું છોડવું પડે તેથી ધર્મ પર ઢષ પેદા થાય. આ કેવી દુર્દશા છે? સાચા જેનને કોઈ પૂછે કે, તમે આ નથી ખાતા ને તે નથી ખાતા, બધી ય વાતમાં તમારી મા ને ના જ હોય, તો તમે ખાવ શું? કેટલાયને બિચારાને એ જ થાય કે આ બધું નહીં ખાઉં તો મારે ખાવાનું શું ? આવા આત્માઓને અભક્ષ્યના ત્યાગી જેનોએ કહેવું જોઈએ