________________
વિવેચન ]
[ ૩૬૫
જઇશ કે ખીજા કેાઈ સંન્યાસી અહીં આવીને પેાતાના ધામે। જમાવી દેશે, અને રાજા તેનેા રાગી થઈ જશે. આખરે ખૂબ વિચાર બાદ એને એક યુકિત સૂઝી આવી. જવાની તૈયારી થઈ ત્યારે રાજાને એકાતમાં ખેલાવ્યા અને કહ્યું:—
“જો આજકાલ લેભાગુ મૂર્ખાએ ખૂબ આવે છે, તેઓ તને પેાતાની તરફ ખે`ચી જવા પ્રયત્ન કરશે પણ વાંધે નહીં. હું તારી રક્ષા માટે એક સરસ રસ્તા જરૂર હોય તે બતાવું. ” સંન્યાસીએ જાણી જોઇને થાડી નિરપેક્ષતા બતાવી જેથી રાજાને કેટલી ગરજ છે તે ખખર પડે. રાજામાં તેા લાંબી બુધ્ધિ હતી નહીં અને તેમાંય હમણાં તે તે સન્યાસીનેા રાગી થઈ બેઠા હતા. એટલે કહેઃ “ હા! હા ! મહારાજ તમારી વાત સાચી છે. એવી કેાઇ ચાવી મતાવા કે જેથી ખાટા સ ંન્યાસીઓના ક્દામાં હું ફસાઈ ન જઉં.”
re
સંન્યાસીએ જોયુ કે હવે વાંધેા નથી. એટલે એક વાકય કાગળમાં લખાવ્યું: “ જલદરહિત. સ્વચ્છ આકાશમ્ ” અને કહ્યું કે ગમે તે સંન્યાસી કે ધર્મના ઉપદેશક તને ધર્મ સંભળાવવા આવે તે તું આ વાક્યને અર્થ પૂછજે. જે તને સાચા અર્થ બતાવે તેની પાસે ધમ સાંભળીશ તા વાંધા નથી. ” રાજા કહેઃ “ જેવી આપની આજ્ઞા, હું આ વાક્યને અર્થ પૂછ્યા વિના કેાઇની પાસે ધમ તેા નહીં સાંભળું એટલું જ નહી' પણ કાઇના સત્કારસન્માન પણ નહીં કરૂં. મહારાજ ! આપ મને અ બતાવે ! ”
•
સંન્યાસી કહે; “ જો આ કાગળ સાચવી રાખજે. કેાઈના હાથમાં ન આવે. બાકી આજ-કાલના જમાનામાં તે આ