________________
વિવેચન ]
[ ૩૮૭
પાસે લેાકેા કેમ જતા હશે ? પણ જેની ષ્ટિમાં ભગવાન મહાવીરનુ' મહત્ત્વ આવ્યુ નથી તેની તેા ગેાશાલાને જોઇને પણ સ્વાભાવિક પ્રવૃત્તિ થાય તેમાં આશ્ચ શુ છે?
તેથી ભગવાન સાક્ષાત્ હાય તો એમનું મહત્ત્વ સમજાઈ જ જાય, અને ભગવાન સાક્ષાત્ ન હેાય તે તેમનું મહત્ત્વ ન જ સમજાય, આવા નિયમ બનાવી શકાતા નથી. તે ♠ખતના લેાકેા માટે ભગવાન મહાવીર સાક્ષાત્ હાવા છતાં ય ધર્મ કેમ ન પામ્યા ? આવા પ્રશ્નથી આશ્ચય થાય છે, પણ તમને ખબર છે કે તમારા અને અમારા આત્માઓએ પણ ભૂતકાળમાં અનતી વખત સાક્ષાત્ જિનેશ્વાને જોયા છે—સાંભળ્યા છે. છતાંય આજ સુધી તેમને સાચી રીતે માનવા તૈયાર થયા છીએ કે નહી' એ એક પ્રશ્ન છે ને ? મેહાધીન આત્મા અંધારી કેાટડીમાં પૂરાયેલા જેવા છે. ભગવાનને જુએ અને સાંભળે તે ય એ અંધારી કેાટડીમાં રહીને જ ! તમને વિચાર આવશે કે અંધારી કોટડીમાં આત્મા હતા, તેા જિનેશ્ર્વર જોવા કેવી રીતે મળ્યા ? કેવી રીતે જિનેશ્વરને નીરખી શક્યા ? પણ મેહની ( મિથ્યાત્વની ) આ અંધારી કાટડીની ખૂબી એ છે કે એમાં ચીજ દેખાતી નથી એમ નહીં પણ જેવી હાય છે તેના કરતાં તદ્દન ઉલટી દેખાય છે. અંધારા કરતાં ય આ માહના વિપરીતતા બતાવતા અંધકાર ભયંકર છે.
પક્ષીને ખાવાનું ન મળે તેા એ-એ-પાંચ દિવસ પણ કાઢી શકે, પણુ જાળમાં પડેલાને દાણા ખાવાના મળે તે સમજી લેવુ' કે 'હવે તે પક્ષી પણ કેાઈના પેટમાં જવાનું, આમ મિથ્યાત્ત્વ-મેાહથી જે જ્ઞાન થાય છે તે એટલુ ઉલટુ થાય છે કે તદ્ન અજ્ઞાન કરતાંય ભયંકર પ ણામ
લાગે.