________________
૩૮૬ ]
[ શ્રી સિદ્ધપદ જ્યાં સુધી તેના મનમાં આત્મા પ્રવજ્યા ગ્રહણ ન કરે ત્યાં સુધી તે સકર્મ– રાશિમાં ગણાય છે. પછી વૈરાગ્ય પામીને દીક્ષા લે છે ત્યારે શુદ્ધત્વ રાશિમાં પ્રવેશ્ય ગણાય છે, અને આમ આત્મા યમ-નિયમમાં રત બનીને નિષ્પાપ બને છે. સકલ કર્મોને નાશ કરે છે, અને તે પછી પોતાના શાસનની પ્રભાવના કરીને મોક્ષમાં જાય છે. કર્મરહિત દશાને તે અકર્મક૯૫ નામની ત્રીજી રાશિ કહે છે. મેક્ષમાં રહેતે આત્મા ત્યાંથી જ પોતાના શાસનનો બીજા વડે પરાભવ થતે જુએ કે પિતાના શાસનની ઉન્નતિ થતી જુએ તેથી રાગી કે દ્વેષી બનીને અને રાગ-દ્વેષને લઈને વળી પાછો સકર્મકલ્પ રાશિમાં પ્રવેશ કરે છે.
સૂયગડાંગ સૂત્રમાં આ વાતની વિવેચના ટીકાકારે કરેલી છે. પણ ચૂર્ણિકારની પાસેથી એટલું વિશેષ જાણવા મળે છે કે અકર્મક૫માં પિતેના શાસનના કાર્ય માટે આવતા તેને રાગ-દ્વેષ થાય છે, પણ તેનું જ્ઞાન જતું નથી. એટલે તે આ શાસનનું કાર્ય પતાવી પાછા ત્યાં મુક્તિમાં જાય છે. આમ અનેકાનેક વખત તેમનું ગમનાગમન ચાલે છે.
તમને આશ્ચર્ય થાય છે ને કે દુનિયામાં ભગવાન મહાવીરના સમયમાં પણ આવા મતવાદીઓ હતા, અને તેમને માનનારા–પૂજનારા અને વંદન કરનારા ય હતા ! ! ! સાક્ષાત્ ક૫તરુ જેવા ભગવાન હોય છતાં ચ બાવળીયા જેવા પાસે જઈને પોતાની ખાજ ઉતારરા ય મૂઢ આત્માઓ. હોય છે ને ! પણ જરાક વિચાર કરશે તે તમારા આશ્ચને જવાબ મળી જશે.
તમે ભગવાન મહાવીરનું મહત્ત્વ સમજેલા છે, એટલે તમને આશ્ચર્ય થાય છે કે ભગવાનને છોડીને શાલાની