________________
વિવેચન !
[૩૬૩ સુંદર ગઠવણી છે કે કેઈપણ પ્રકારના શબ્દોને સિધ્ધ કરી આપી શકાય
મિયાં-મુલુકના મુલ્ક શબ્દની વ્યુત્પત્તિ
એક મિયાંસાહેબને એવું અભિમાન હતું કે બધા શબ્દની સિધ્ધિ તે સંસ્કૃત ભાષાથી થઈ શકે, પણ મિયાંમુલુક મુલૂક શબ્દની સિદ્ધિ ન થઈ શકે. પણ અભિમાન પિતે એવું રમખાણ છે કે તેમાં કેઇનુંય સ્થાન ટકી શકતું નથી. ગામમાં એક પંડિત આવ્યા. મિયાંભાઈને તે ગોખી રાખેલે જ પ્રશ્ન હતો. “બોલે પંડિતજી ! મિયાં-મુલુકના મુલૂકની સિધ્ધિ કરી દે.” પંડિતજી પોપટીયા પંડિત ન હતા, વ્યુત્પન્ન અને મેધાવી હતા. તરત જ બોલ્યાઃ માડે ધાતુ લે, અને એને ડીયા પ્રત્યય, ડુલક અને ફુલૂક લગાડી દો.” મીયા–મુલકને મુલૂકની સિધ્ધિ થઈ ગઈ. મિયાંભાઈ તે ચેંકી ઊઠયા ! ત્યાં પંડિતજી એક દુહ બોલ્યાઃ
ઉણાદિગણસે તીન નીકલે, ડીયા ડુલકના ડુક માંડ ધાતુએ સાધ લીચા, મિયાં મુલુકના મુલક ”
આ તે શું પણ ગમે તેટલા અક્ષરવાળા લાંબા-લાંબા શબ્દોથી માંડીને એક અક્ષરના નાના-નાના શબ્દોની પણ વ્યાકરણથી સિદ્ધિ થઈ શકે છે. માટે સંસ્કૃત વગેરે ભાષાઓના શબ્દોની પાસે પોતાના ઉત્પત્તિસ્થાને મળી આવે. જેમાંથી શબ્દ બન્યું હોય તેને ધાતુ કહેવાય. શરીરની ઉત્પત્તિ પણ ધાતુથી થાય છે. લેહી, વીર્ય, માંસ, મેદ, મજજા, અસ્થિ અને ચર્મ આ સાત ધાતુથી શરીર બનેલું છે. આ જગત્ પણ ધાતુના આધારે જ ટકી રહેલ છે ને ! સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ, આ બધાને પણ “ધાતુ જ કહેવાય છે. જુના વખતમાં અને આજે ય ધાતુને “ધન”