________________
૩૭૦ ]
[ શ્રી સિદ્ધપદી સિદ્ધ એવું કેઈનું નામ તે નામસિદ્ધ, સિદ્ધની સ્થાપના કરવી તે સ્થાપનાસિદ્ધ, ચોખા ચડી ગયા હોય તે દ્રવ્યસિદ્ધ, કારણે તે ચોખા પાકી ગયા બાદ તેને પકવવાના નથી, પણ તે દ્રવ્ય છે તેથી દ્રવ્યસિદ્ધ. ત્યારબાદ આવે છે ભાવસિદ્ધોના ભેદ. જે કે આપણું વિવિક્ષા તે છેલ્લા કર્મક્ષયસિદ્ધ ક્ષાયિકભાવનાસિદ્ધના અંગે છે, પણ બાકીના ૧૦ સિદ્ધો ક્ષયે પશમભાવને આશ્રિત કહેવાતા હોવાથી તેઓ ભાવસિદ્ધ કહેવાય છે. તે દરેકનું થોડું વિવેચન આપણે કરશું.
“કમસિદ્ધથી માંડીને આગમસિદ્ધ”
ખેતીવાડી, વેપાર, ધંધો-ધાપિ આ બધું કર્મ કહેવાય. આ બધું જગતમાં ચાલતું આવ્યું છે. એના શાસ્ત્રો ન બનેલા હોય પણ બાપ બેટાને શિખડાવે, એક પાસેથી બીજે અને બીજા પાસેથી ત્રીજે શીખે. આ બધું કર્મ કહેવાય. આમાં કંઈ આકર્ષણ જેવું ન હોય. જ્યારે જે ક્રિયામાં કંઈ આકર્ષણ જેવું હોય, જેના ગ્રંથ બનેલા હોય તે વિષયના વિદ્વાનોના ઉપદેશથી ક્રિયાઓ ચાલી હોય તે બધું શિલ્પ કહેવાય-કલા કહેવાય. ચિત્રકલા, રથ બનાવવાની ક્રિયા આ બધું શિલ્પ કહેવાય.
ખેતીવાડી વગેરે ક્રિયાઓ જેને સિદ્ધ હોય તે કમસિદ્ધ કહેવાય, અને જેને રથ બનાવવા વગેરેની કળા સિધ્ધ હોય તે શિલપસિદ્ધ કહેવાય. તેવી જ રીતે જેને વિદ્યા સિધ્ધ હોય તેને વિદ્યાસિધ્ધ કહેવાય, અને મંત્ર સિધ્ધ હોય તેને મંત્રસિદ્ધ કહેવાય.
જે ચમત્કારિક અક્ષરમાં મંત્ર અધિષ્ઠાયિકા દેવી હોય તેને વિદ્યા કહેવાય, અને જે ચમત્કારી અક્ષરને મંત્રને અધિષ્ઠાયક દેવ હેય તેને મંત્ર કહેવાય.