________________
૩૭૨ ]
[ શ્રી સિદ્ધપદ કહેવાય. પુદ્ગલની શકિત અનંત છે. એક જ પદાર્થના જુદા-જુદા પદાર્થ જોડે જુદી–જુદી રીતે સંગ થાય અને સંગ થાય એટલે અજબ-ગજબની નવી-નવી શકિત પેદા થાય. આવી રીતના દ્રવ્યના સંગથી લેપ બનાવવામાં આવે તે તે લેપના પ્રભાવમાત્રથી માણસ પાણી પર જમીનની માફક ચાલી શકે, અને હવામાં પણ ઉડી શકે. આવી આશ્ચર્યકારીત પેદા કરનારા પદાર્થના સંગને જે જાણે તે ગસિધ્ધ કહેવાય.
આગમના સમસ્ત અર્થો જેમને શ્વાસોચ્છવાસની જેમ સ્વભાવરૂપ થઈ ગયા હોય તે આગમસિધ્ધ કહેવાય.
ગણધર ભગવંત ગૌતમસ્વામીજી મહારાજા આગમસિધ્ધ કહેવાય. જ્ઞાનના દરિયા, ગુણગણોથી ભરિયા છતાં નમ્રતાના સાવરિયા ગૌતમસ્વામીજી છે તે આગમસિધ્ધ, પણ શાશ્વત સુખને અનુભવ કરનાર ક્ષાયિકભાવના સિધ્ધ ભગવંતેની તુલનાએ તેઓ નહીં. કારણ આગમના તમામ અર્થ જાણવા માટે કૃતજ્ઞાન સહિત મતિજ્ઞાનનો તીવ્ર ક્ષયે રામ જોઈએ. અને ક્ષોપશમભાવ ગમે તેટલા તે ય પરિપૂર્ણ નહીં તે નહીં.
એક બાજુ દુનિયામાં આગમથી સિધ્ધ થઈને સાચા સિધ્ધપદને મેળવનારા આત્મા છે. તે બીજી બાજુ જીવનની ધુળ-ધાણું કરીને અર્થની પ્રાપ્તિ કરવામાં-ધનની પાછળ ધુની બનેલા મમ્મણશેઠ જેવા પણ છે. શાસ્ત્રમાં મમ્મણશેઠને અર્થસિધ્ધ કહ્યા છે. શ્રેણિકના રાજ્યભંડારેથી પણ ન ખરીદી શકાય એવું તેના એક જ બળદનું શીગડું હતું. તે બેય પૂરા સોનાના બનેલાં અને કિંમતી હીરા-મોતીમાણેક જડેલ બળદને તે કોણ ખરીદી શકે?