________________
વિવેચન ]
| ૩૭૫
ઔત્પાતકી બુદ્ધિ માટે રાહાનુ દૃષ્ટાંત પણ પ્રસિધ્ધ છે. ઉજ્જૈની નગરીના રાજાએ તેની બુધ્ધિની ઘણી પરીક્ષા કરી. પણ ઔત્પાર્તિકી બુદ્ધિના ધણી તે બાળકે રાજાને અધી ય વાતામાં પરાસ્ત કરી દીધા. એક વખત રાજાએ તેની બુધ્ધિની પરીક્ષા કરવા માટે તે છેક જે ગામમાં રહેતા હતા તે ગામડામાં એક કુકડા મેકલ્યા અને જણાવ્યું કે, ‘જાવ, આ કુકડાને એકલાને જ કુકડા જોડે લડાવા.’ ગામના લેાકેા તા વિચારમાં પડયા. કુકડો એકલા કુકડા જોડે કેવી રીતે લડે ? ત્યાં રાહા હાજર થયેા. બુદ્ધિમાનને કેટલી વાર ! મંગાવ્યા . આરીસા અને ધરી દીધા કુકડાની સામે! બસ કુકડો તેા લઢવા માંડયા, અને લાહીલુહાણુ થઈ ગયા. તમે આવું સાંભળ્યુ હોય એટલે કાઈ પ્રસંગે આના જેવી કાઇ યુક્તિ કાઇના માટે ગાઠવી કાઢો, પણ તમારી તે બુધ્ધિને ઔત્પાતકી બુધ્ધિ ન કહેવાય. કારણ કે તમને પેાતાને તે સ્ફુરણા થઈ નથી. તમે એક વખત જોયેલ અથવા સાંભળેલના આધારે કરો છે. રોહાએ કાઈ દિવા આવું જોયું કે સાંભળ્યું નહાતુ છતાંય તેને પાતાની જાતે સૂઝી આવ્યુ એટલે તેની બુદ્ધિ ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય.
વળી પાછું ફરી એક વખત રાજાએ તેની બુધ્ધિની પરીક્ષા કરવા માટે તેમના ગામ પર કહેણુ માકલ્યુ કે, 'પર તમારા ગામના કુવાનું પાણી સારૂં છે, માટે રાજાને પાણી પીવા માટે તમારા ગામના કુવા માકલાવા. ” કુવે તે પગવાળા છે કે તે કઈ ચાલીને જાય અથવા કઇ હેરવી–ફેરવી શકાય તેવી ચીજ છે કે મેાકલાવાય. ગામવાળા તેા ભેગા થઇને ગભરાતા હતા, ત્યાં રોહા આવી ગયા. તે કહેઃ “ એમાં શું છે? રાજાને કહેવડાવી દે કે અમારા કુવા આવવા માટે તૈયાર થઇ ગયા છે, પણ ગામડાના