________________
વિવેચન ]
[ ૩૭૭ કરે છે તે શિષ્ય પર વધારે પ્રેમ રાખે છે, તેને સારું શિખવાડે છે, મને શિખવતા નથી. પણ ખરી વાત વિચારે તે ખબર પડે કે વનયિકી બુદ્ધિ પેદા થવામાં શિષ્યને વિનય કારણ હોય છે, તેને સાચા વિનય હાય, ગુરુ પ્રત્યે સમર્પણભાવ હોય તે ગુરુ જ્ઞાન આપે કે ન આપે પણ શિષ્યને તે મળે જ છે. તેની બુદ્ધિને વિકાસ થાય છે.
એક સિધ્ધપુત્ર (તિષી)એ બે શિષ્યને નિમિત્તશાસ્ત્ર ભણવ્યું. બંને જણે એક વખત ગુરુના માટે લાકડા લેવા જતાં હતાં. જુના જમાનામાં આ રીતે જ ચાલતું. ગુરુની બધી જરૂરિયાતે શિષ્ય પૂરી કરી આપે. • લાકડાં લેવા જતાં વચમાં ગામ આવ્યું. ત્યાં એક માજી સામા મળ્યા. સિધ્ધપુત્રના બંને શિષ્યાને આવતા જોઈને માજીએ પૂછયું: “મારે દીકરે પરદેશ ગયે છે, તેનું શું થશે ?” પણ તે વખતે જ માથા પરથી ઘડે નીચે પડી ગયું અને ફટી ગયે. એટલે એક શિષ્યએ કહ્યું : “તારે પુત્ર મરી ગે છે.” પણ બીજાએ જોયું કે, કેવલ ઘડે ફૂટી ગયે છે તેમ નથી, પણ નદીમાં પાણી પાછું મળી ગયું છે. એટલે તેણે વિચારીને કહ્યું કે, “તમે ઘેર જશે એટલે તમારા પુત્રને મેલાપ થશે.” ડોશી બંને ય શિષ્યને લઈને ઘરે ગઈ, જેયું તે પુત્ર આવીને જ ઊભે હતે. ડેશીએ બંનેને દક્ષિણ આપીને વિદાય કર્યો. પણ જેને ફલાદેશ બેટે પડયે હતો તે મનમાં ધમધમતે હતો. તેને થયું કે, ગુરુએ ચોકકસ કંઈક અન્યાય કર્યો છે. એટલે ઝૂંપડીમાં આવ્યું તે જ ગુરુને પ્રણામ કર્યા વિના બેસી ગયે. બીજે પ્રણામ કરીને બેઠે. પેલા રીસાયેલા શિષ્યને ગુરુએ પૂછ્યું: “કેમ ભાઈ! તને શું થયું છે? રીસાયેલે શિષ્ય તાડુ. ‘તમે મને કંઈ શીખવાડતા નથી