________________
૩૭૮]
[ શ્રી સિદ્ધપદ
અને બધું તમારા વહાલા ચેલાને જ શિખવાડે છે” શિષ્યના જવાબથી ગુરુ સમજી ગયા. પણ તેના સંતોષ માટે ગુરુએ બીજા વિનીત ચેલાને પૂછ્યું: “કેમ ભાઈ! તેં આ ફળાદેશ કેવી રીતે કર્યો ?” વિનીત શિષ્યએ કહ્યું “ગુરુજી! પાઠ તે એણે જે વિચાર્યો તે જ મેં વિચાર્યો હતું, પણ મને આપની કૃપાથી વધારે ખ્યાલ આવ્યું કે ઘડે ફૂટી નથી જતે પણ નદીનું પાણી નદીમાં જ મળી જાય છે. અને પૂછતી વખતે મુખ્ય ઘટના તે બની હતી કે પાણીમાં પાણી મળ્યું. ઘડે ફૂટે એ વાત મુખ્ય ન હતી.
પણ...અવિનીતને સંતેષ કેવી રીતે થાય ? પિતે ગુરુથી દૂર જાય છે તેનું ધ્યાન નથી રાખતે અને ગુરુની વિદ્યા કેમ પ્રાપ્ત થતી નથી, ગુરુ વિદ્યા કેમ આપતા નથી? આવી વાત કરે છે, તેવા પામર જી બિચારા શ્રતસાગરને કેવી રીતે પાર પામી શકશે? આમ વિનય એ પણ બુદ્ધિના પશમનું કારણ છે. પૂના અને ગુરુના વિનયથી બુદ્ધિનો વિકાસ થાય તે નચિકીબુ. આવી બુદ્ધિ જેને હેય તેને વનચિકીબુધ્ધિસિધ્ધ કહેવાય.
કામિકી બુદ્ધિ" એક ને એક ક્રિયા વારંવાર કરવામાં આવે તે તે કિયાના અભ્યાસથી કામિકી બુદ્ધિ પેદા થાય છે. આપણે નાના છોકરા હતા ત્યારે સીધી લીટી અને એક મીંડું ચીતરતા પણ નહોતું આવડતું, પણ વારંવાર અભ્યાસ કર્યો તો અત્યારે આપણે સુંદર અક્ષરે પણ લખી શકીએ છીએ. એક ક્રિયા પિતે જ બીજી ક્રિયાની શિક્ષિકા બની જાય છે. માટે જ લેકમાં કહેવત છે કે “કામ કામને શિખવાડે”