________________
વિવેચન
[ ૩૮૩
પરિણામની વિચારણા એ મહામુનિની પારણામિક બુદ્ધિનુ ઉદાહરણ છે.
કેશા વેશ્યાએ પોતાનામાં મુગ્ધ થયેલ સાધુ અને રથકારને પ્રતિધ્યા તે પણ પારિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત છે. વાસ્વામીજી મહારાજાએ માળ ઊંમરમાં માતાના માહને લાત મારી શાસનની શાન રાખવા રજોહરણુ હાથમાં લીધું તે પણ ગંભીર પરિણામેના વિચાર કરીને જ કરેલું. માટે તે પણ પારિણામિક બુદ્ધિનુ ઉદાહરણ છે.
.
સાચા જૈનની પારણામિકી બુદ્ધિ તેને સંસારથી છેડાવ્યા વિના રહે નહીં. જો કે પારણામિકી બુદ્ધિ સામાન્ય રીતે ઊંમરના પરિપાક થતાં જ આવે છે. છતાં ય વસ્વામીજી જેવા કાઈ મહાત્માને ખાળ ઊંમરમાં પણ તે બુદ્ધિ હાય. ભલે સંસારની ઉપયેગી પારણામિકી બુદ્ધિ ઊ'મર વધે....ટપલા પડે ત્યારે આવે. પણ સંસારના ત્યાગની પારિણામિકી બુદ્ધિ તે નાની ઊંમરમાં પણ આવી શકે છે. સાચા પરિણામને વિચાર કરાવે તે જ પારણાલ્મિકી બુદ્ધિ આવી બુદ્ધિથી અશકય કાયને શકય કરી બતાવે....ખીજા વિચારમાં પડી જાય ત્યાં આવી બુદ્ધિવાળા પેાતાના માગ કાઢી લે. તે પારિણામિકીબુદ્ધિસિદ્દ કહેવાય.
આમ આ ચારેય બુદ્ધિના આધારે ક ંઈક ચમત્કારવાળુ સામાન્ય માનવા દ્વારા અસાધ્ય કાર્ય કરી શકતા હોય તે ધાબબુદ્ધિસિધ્ધ કહેવાય.
44 તપસિ દૃઢપ્રહારી ’
તેરમા અને આખરી સિધ્ધ છે તે તપસિદ્ધ. મહાત્મા દૃઢપ્રહારી જેવા મહાતપસ્વીએ તપસિદ્ધ કહેવાય. પરંતુ તપ