________________
૩૮૨ ]
[ શ્રી સિદ્ધપદ કહ્યું કે, “ચાલે, હું તમને મેરુપર્વત ઊપર લઈ જઉં.” પણ તે રાગી સુંદરીનેદને ના પાડી હવે તે એટલે વિલંબ પણ સહવા ઈચ્છતું ન હતું. પણ મુનિએ કહ્યું, “જે હું તને પાંચ મિનિટમાં અહીં પાછો લાવી દઉં છું. ” ત્યારે સુંદરીનંદને “હા પાડી. મુનિની પાસે વૈકિય લબ્ધિ હતી. તેનાથી તેમણે વાંદરો અને વાંદરી વિષ્ફર્યા. તેય નંદ અને સુંદરીની માફક પ્રેમ કરતાં હતાં. મુનિએ પૂછયું: “આ વાંદરી અને તારી સુંદરીમાં શું તફાવત છે?” સુંદરીનંદન કહે.” આ તે કુરૂપી છે. અને મારી સુંદરી તે રૂપને ભંડાર છે.”
પછી મુનિએ વિદ્યાધરીનું જોડલું વિકુવ્યું અને પુછ્યું: બોલ! આ વિદ્યાધરી અને તારી સુંદરી આ બેમાં કેણુ રૂપાળું છે?” તે કહે “બંને સરખા છે. આના કરતાં સુંદરી ઉતરે એવી નથી.” પછી મુનિએ દેવ અને દેવીની વિકુર્વણુ કરી. તે જોતાં જ તેની આંખ દેવી પર ચૅટી ગઈ. મુનિએ પૂછ્યું: “ કહે, આ દેવી અને તારી સુંદરી બંનેનું રૂપ કેવું ?” રાગી ભાઈ કહે “જે સુંદરીને આ દેવીની સાથે ઊભી રાખી હોય તે સુંદરી જોડે જેવી વાંદરી લાગે તેવી તે દેવી જોડે મારી સુંદરી લાગે.” સુંદરી કરતાં દેવી વધારે સારી લાગવા માંડી. મહારાજે ફરીથી ઉપદેશ આપીને કહ્યું: “ભલા માણસ ! આવી સ્ત્રી થોડે ધર્મ કરવાથી પણ તું મેળવી શકીશ. આમાં શું છે ! આ તે મામુલી ધર્મનું ફળ છે. જે સંપૂર્ણ ધર્મ પાળે તે આવી દેવીએ તે તારી પાછળ ફરે. એક નહીં પણ અનેકાનેક તારી સેવામાં હાજર રહે, અને આ બધા ય કરતાં આકર્ષક એવી “મુક્તિસુંદરી પણ મળે. અને ઉપદેશ આપી તેને પણ દીક્ષા આપી. વૈક્રિયલબ્ધિધારી મુનિએ કરેલી ભાઈને