________________
વિવેચન ]
[ ૩૭૯ એક વખત કામ કરીને બીજી વખત કરે એટલે સારું જ થાય. અને આમ કરતાં-કરતાં તો એટલી બધી નિપુણતા માણસ પ્રાપ્ત કરી લે છે કે આકાશમાં ઉછાળેલું મતી પાછું પડે ત્યારે પાસે ઉભેલા ભુંડના વાળમાં પરેવાઈ જાય. આવી ક્રિયાઓ કંઈ પહેલેથી જ ન આવડે પણ જેમ જેમ અભ્યાસ થતો જાય તેમ તેમ અંગે ટેવાતા જાય, અને ક્રિયાઓ બરાબર અને અચૂક થતી જાય. દેરડી પર નાચનારાઓ પહેલેથી જ કંઈ તે ક્રિયાઓ જાણતા નથી હોતા, પણ અભ્યાસ કરતાં-કરતાં તે કળામાં નિપુણ થઈ જાય છે, અંગ્રેજીમાં ય કહેવાય છે કે પ્રેકટીસ મેઈકસ એ મેન પરફેકટPRACTICE MAKES A MAN PERFACT અભ્યાસથી વારંવાર એકનું એક કામ કરવાથી માણસ તે કામમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આવી કહેવત પડી છે તે આ બુદ્ધિન અંગે જ. “મારાથી સારું કામ થતું નથી” તેવા બહાના હેઠળ છટકી જનારા હજામ” છે. સમજવું જોઈએ કે એક જ વખત કામ કરવાથી કંઈ નિપુણતા મળતી નથી. માટે પૂરે અભ્યાસ કર્યા પછી ન આવડે તે જ ફરિયાદ કરવી જોઈએ. કામને હરામ સમજનારા અને આરામને સુખધામ સમજનારાઓમાં આવી કામિંકી બુધિ પેદા થતી નથી. કાર્મિકી બુદ્ધિના અથીએ, બુધ્ધિ સિધ્ધ કરવાની ભાવનાવાળાએ વારંવાર અને સતત્ અભ્યાસ ચાલુ રાખવું જ જોઈએ.
પારિણુમિકી બુદ્ધિ ટપલા પડે એટલે આંખે ઉઘડે” અને “ઘરડા વિના ગાડાં ન વળે” એવી કહેવતો દુનિયામાં ચાલે છે. કહેવત એક “નય જેવી હોય છે. પણ તેમાં અનુભવ હોય છે–ડહાપણ હેય છે.