________________
૩૬૮]
[ શ્રી સિદ્ધપદ જ સમજી ગયે કે પહેલે સંન્યાસી ધૂતારો હતો. સીધા વાકયને ખોટો અર્થ સમજાવીને તેણે ભ્રમમાં મૂકી દીધા હતું. તેને પોતાને જ પોતાની મૂર્ખતા પર હસવા જેવું લાગ્યું !
- આમ કેટલાકે આવી રીતે પોતાના ભકતોના અજ્ઞાનને લાભ ઉઠાવે છે. મારવાડમાં જતિઓ “ગરજીઓ લેકોને ત્યાં જાય, લાડવા ઉઠાવી લાવે. લોકોને કેટલા દિવસ સુધી પોષાય? કોઈ તેમને લાડવા આપવાની આનાકાની કરે તે તરત જ તે યતિઓ શાસ્ત્રની યાદ દેવરાવે. જતિઓ કહે “જુઓ, તમે સામાયિક કરતાં શું બોલે છે? “સામાઈય જઆિવારા' આટલું શાસ્ત્રમાં લખેલું ય સમજતા નથી. “સામાયિક કરે ત્યાં જતીઓના વારા” ગુજરાતીમાં “વારે” એટલે લાગેજમણ થાય. એટલે સામાયિક કરનારે લાગા પ્રમાણે આપી દેવું પડે. બિચારા ભેળા લેકે તે સૂત્રના અર્થો જાણે નહીં. હશે ભાઈ, આપણે શું કરીએ ? શાસ્ત્રમાં લખ્યું હોય તો આપો.
પણ આવી રીતે લાગ બતાવનારૂં શાસ કદી જેનશાસ્ત્ર ન હોય. તે બિચારાઓ સૂત્ર તે જાણે પણ અર્થની કંઈ ખબર પડે નહીં. “સામાઈઅ જત્તિ આવારા ” એટલે “સામાયિકમાં હું જેટલી વાર છું (તેટલીવાર)” આમ અર્થ થાય. પણ અજ્ઞાન એ કેવું કષ્ટ છે. જતિઓ બિચારાને શાસના નામે છેતરે ! આવી રીતે શાસ્ત્રના નામે પિતાના પાપને–ભને પોષનારાઓ જાણતા નથી કે અનંત અનંત ભવ સુધી કર્મ તેમને છોડશે નહીં. માટે જ્ઞાનની ખૂબ જરૂરિયાત છે. અજ્ઞાનીઓને–સ્વાથીઓને ગપ્પા લગાવવા જ પડે.