________________
નમો સિદ્ધાણું”ને
તૃતીય અર્થ
પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીએ પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર પ નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ વડે મંગલાચરણ કર્યું છે. પંચપરમેષ્ઠિરૂપ એ નમસ્કાર મહામંત્રના પહેલા પદ “નમે અરિહંતાણું”નો આપણે વિચાર કરી ગયા. “નમો સિદ્ધાણું” એ પદના ટીકાકાર પૂજ્ય અભયદેવસૂરીશ્વરજી મહારાજે વિવિધ અર્થો કરી બતાવ્યા છે. તેમાંના બે અર્થોનો વિચાર આપણે વિસ્તારથી કરી ચૂક્યા છીએ.
હવે ત્રીજો અર્થ જણાવતાં પૂ. ટીકાકાર મહર્ષિ અભયદેવસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે, “અથવા ષિધુ-સંરાધી ઇતિ વચનાત સેધતિ સ્મા નિષ્ઠિતાર્થો ભવતિ સ્મ!” અર્થાત્ જેઓ કૃતકૃત્ય થઈ ગયા છે તે સિધ્ધ.
ટીકાકાર મહર્ષિ “ષિધુ–સંરાદ્ધૌ એ ધાતુપાઠનો ઉલ્લેખ કરીને સિધ્ધ શબ્દની વ્યુત્પત્તિ કયા ધાતુ દ્વારા થાય છે તે બતાવે છે. સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓની આ ખૂબી છે. બોલાતા દરેક શબ્દની સિદિધ કરી આપવાની તાકાત આ ભાષામાં છે. આ ભાષાની એવી