________________
૩૬૦ ]
[ શ્રી સિદ્ધપદ્મ
આવવું ન પડે. અને એ સિદ્ધ કર્યુ” કે સંસારના સુખામાં થતા ‘સુખ' શબ્દના પ્રયાગ ખાટા છે. સાચા પ્રયાંગ મેાક્ષના સુખમાં થઈ શકે, પણ તે મેાક્ષનું સુખ એવું નિરૂપમ છે કે તેની કાઈની સાથે સરખામણી ન થઈ શકે. પણ આવા મેાક્ષની વાસ્તવિક જાણુ ન હોવાથી આ સમાજના સ્થાપક દયાન દજીએ કેવા ગોટા વાળ્યા છે વગેરેના આટલેા વિસ્તારથી વિચાર કર્યા.
તમને તો જિનેશ્વર ભગવાનનું શાસન મળ્યુ છે, એટલે આવી રૂડી વાત સાંભળવા મળે છે. પણ બીજાને ત્યાં જેમ બીજીય ભૂંડી વાતો સંભળાય છે, તેમ મેાક્ષ માટેય કેટલી ભૂંડી વાતા સંભળાય છે જે પોતાની રૂડી વાતોની સાથે ખીજાની વાતો કેવી અને કેમ ‘ભૂંડી’ છે તે સમજતો નથી તે એક દિવસ રૂડી વાતોનેય ભૂંડી સમજી લે કે ભૂંડી વાતોનેય રૂડી સમજી લે તેવા ભય ખરા. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે, વિસ્તારરૂચિ સમ્યક્ત્વ પામનારને જેટલા સ્વદર્શનનો અભ્યાસ હાય તેટલા જ ઊંડા પરદનનો અભ્યાસ હાય.
જ્યારે બજારમાં બનાવટી માલેા નીકળી પડયા હાય ત્યારે એકલા માલની પરખથી ન ચાલે. ખાટા માલ સાચાના નામે ન ઘૂસી જાય તે માટે ખોટા માલ પણ પારખતા આવડવા જાઇએ માટે અહીં તા મધેાય ખ્યાલ કરવા પડે.
સ્વદર્શીન પણ જાણવું પડે અને પરદન પણ જાણવુ પડે. એક રીતે એમ કહીએ તે પણ ચાલે કે પરદનના અભ્યાસ વિના સ્વદર્શનના અભ્યાસ અધૂરી કહેવાય. જૈનાચાર્યા તા એવા પ્રકાંડ વિદ્વાન હોય કે સામેના વાદીને