________________
૩૬૪]
[ શ્રી સિદ્ધપદ
સમજવામાં આવે છે, અને ધનના આધારે જ તે આ તમારૂં જગત્ ચાલે છે. શબ્દરૂપ શરીરનું પણ મુલ ધાતુ જ છે. ધાતુથી નવા-નવા શબ્દ પેદા થાય છે. શબ્દની સિદ્ધિ થાય છે. માટે પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજ પણ “સિદ્ધ એ શબ્દની સિદ્ધિ કરતાં ધાતુપાઠ આપી “સિધ્ધ” શબ્દ “ષિ ધાતુ પરથી પણ બની શકે છે તેમ સૂચવે છે. આ તેમના જ્ઞાનની સચોટતા અને પ્રમાણિકતાને નમુન છે. સાચે માણસ નિયમોને આધીન થવાની આનાકાની ન કરે. આનાકાની કરનારાના દિલમાં કંઈ તાણા-તાણું થતી જ હોવી જોઈએ. નહીં તો આનાકાની ન કરે.
જે આવા વ્યાકરણે ન ભણ્યા હોય તેવા જ શબ્દની સિદ્ધિ કરવા માટે આનાકાની કરે. સત્યમાં ભય હેતો નથી. અને અસત્ય ભય પમાડયા વિના રહેતું નથી. માટે અસત્યને આચરનારાઓ પોતાનું તૂત જમાવવા માટે પોતાનું તૂત જાળવી રાખવા માટે અજબ-ગજબના પ્રયત્ન કરે છે. “અજ્ઞાની અને સ્વાથીઓ ગપ્પા વડે જ જીવે છે.
એક રાજા કોઈ એક સંન્યાસીન ભગત બની ગયે. તે સંન્યાસી પણ ખૂબ વખત સુધી તેના મહેલમાં રહ્યો, પણ તેને હદયમાં અસત્ય બેઠું હતું–પાપ છુપાયું હતું. તે સમજતું હતું કે રાજા ય બહુ બુદ્ધિમાન નથી, અને મારી પાસે પણ કઈ એવી આવડત કે તાકાત નથી કે જેથી તે મારે જ અનુરાગી રહ્યા કરે, તેથી દિલમાં ખૂબ મુંઝાતું હતું. તેને ખાત્રી હતી કે હું અહીંથી ચાલે,