________________
૩૫૮ ]
[ શ્રી સિદ્ધપદ મહારાજે તે આ બધા મતભેદ પેદા થયા તેના સેંકડે વર્ષો પહેલાં જણાવી દીધું છે કે –
અભ્યર્ચનાદહંતાં મનઃ પ્રસાદસ્તત સમાધિ તસ્માદપિ નિઃશ્રેયસમતો હિ તપૂજનં ન્યાશ્ચમ્ !”
(તસ્વાર્થ સંબંધકારિકા-૮) તીર્થકરેની પૂજાથી મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, મનની પ્રસન્નતા પ્રાપ્ત થવાથી સમાધિ મળે છે, અને સમાધિથી મેક્ષ પણ મળે છે, માટે ભગવાનની પૂજા કરવી એ યુકિત-સંગત છે. મેક્ષમાર્ગને રસ્તો છે.”
જે ભગવાનની મૂર્તિ હોય જ નહીં તે પૂજન કેનું કરવાનું ? માટે જેનભાઈએ જે મૂર્તિપૂજામાં નથી માનતા તેમને ખૂબ વિચારવા જેવું છે. પણ અહીં આપણે વિષય મૂર્તિપૂજાનો નથી, આ તે પ્રસંગથી દયાનંદજીની વાતમાં જણાવી દીધું. એક ભૂલથી કેવા કેવા પરિણામે આવે છે.
દયાનંદજી મુકત આત્માને પણ સંસારમાં પાછા આવવાવાળા સમજે છે અને આપણે તે સિધ્ધભગવાનને નમસ્કાર કરી રહ્યા છીએ કે જેમને કદી પણ પાછા સંસારમાં આવવાનું નથી, જેઓ “ફરીથી પાછું સંસારમાં આવવું ન પડે તેવી રીતે મેક્ષનગરમાં પહોંચી ગયા છે” તે સિધ્ધને આપણે નમસ્કાર કરી રહ્યા છીએ.
તમને આગળ જ જણાવ્યું હતું, કે મુકિતમાંથી જીવને પાછા આવનારે માનનાર કઈ દયાનંદજી એકલા નથી–તેમના પૂર્વજોના પહેલાં પણ આ માન્યતા