________________
વિવેચન |
[ ૩૫૭ મહારાજ પાસે ચાલ્યા આવે. વૈરાગી-ગીતાર્થ–શાસ્ત્રના ઊંડા અભ્યાસી ગુરુ મહારાજ પાસે જઈને સમાધાન મેળો, નહીં તો એક પગલું ચૂક્યા એટલે અનેકાનેક પગલાં ચૂકીને ખલાસ થઈ જવાના દિવસો આવે.
મૂર્તિપૂજાની સિદ્ધિ” દયાનંદજી તો ભગવાનને નિરાકાર માનીને મત્તિ નથી માનતા, અથવા એમ કહે કે મૂર્તિ ન માનવા માટે ઈશ્વરને નિરાકાર કહે છે. પણ આપણે જેનબંધુઓ શું અરિહંત પરમાત્માને દેહધારી નથી માનતા? જે મત્તિને વિરોધ જ કરે હોય તો પછી સ્થાનકવાસી ભાઈઓએ “નમે અરિહંતાણું છોડીને “નમે સિદ્ધાણં' જ જપવું જોઈએ. કારણ કે “અરિહંત' તો અષ્ટમહાપ્રાતિહાર્યથી શોભતા દેહધારી પરમાત્માઓ જ હેય, અરિહંત પરમાત્મા સાકાર અને મૂર્તાિમાન જ હોય. માટે તેમને તો ખાસ વિચારવા જેવું છે. આ
વળી મુર્તિને પૂજવાથી કંઈ થતું નથી, તે મુક્તિને નહીં માનનારાઓને ભગવાનને જાપ કરવાથી શું ફાયદો થાય છે? તે જે શબ્દોને જાપ કરે છે તે શબ્દ તે જડ છે! જે જાપ કરવાથી મનને શાંતિ મળે છે, તે શું ભગવાનની મૂર્તિના પૂજન–
દનથી શાંતિ ના મળે ? રૂપિયાની જડ નેટને જોતાં આત્મામાં રાગ પેદા થઈ શકે.. મરેલી પત્નીના ફેઢાને જોઇને આંખમાંથી આંસુઓ પડી જાય. તે શું ભગવાનની મૂર્તિ જોઈને આલ્હાદ પેદા ન થાય.... મનને શાંતિ ને મળે એવું બને ખરું? - મહાન તત્વાર્થસૂત્રના રચયિતા ભગવાન ઉમાસ્વાતિ