________________
વિવેચન ]
[ ૩૫૫
- મુસલમાનોના આક્રમણે ઉત્તર ભારતમાં ચાલતાં રહ્યા એના આ બધે પ્રતાપ છે કે મૂર્તિ નહીં માનવાવાળા પેદા ક્યા. બસ, આ એક પ્રસંગથી દયાનંદજીની શ્રદ્ધા સનાતનધર્મમાંથી અને મૂર્તિપૂજામાંથી ડગવા માંડી અને આખરે કેટલા વેદ અને પુરાણેને માનવા છેડી દીધાં.
આ પ્રસંગ પેદા થયે એના મૂળમાં તે ઈશ્વરકત્વના સંસ્કાર હતા. હિન્દુઓ માને છે કે ઈશ્વર સર્વશકિતમાન છે. તે ધારે તે પૂજકને ઉત્તમ પદે સ્થાપે અને નિંદકને અધમાધમ સ્થાને પણ પહોંચાડી દે. આવા સંસ્કારાના લીધે જ તેમણે વિચાર્યું કે, જે ઈવરની મૂર્તિ પિતાનું રક્ષણ નથી કસ્તી તે બીજાને ફાયદો કેવી રીતે કરી આપશે ?
પણ.....આ જ પ્રસંગે દયાનંદજીએ હિન્દુ ધર્મના કેઈ ગુરુ પાસે જઈને સમાધાન માંગ્યું હોય તે ય આજે હિન્દુ ધર્મમાં એક નવા પંથ ઊભે થયે તે ન થયે હેત !
શું તલવારને જોઈને કેઈ વિચાર કરે કે, ખુદ તલવારને તે રક્ષણ માટે મ્યાનની જરૂર પડે છે તે તે માણસને કેવી રીતે બચાવી શકશે? અનાજને જોઈને કેઈ વિચારે કે, અનાજ પતે તે સડી જાય છે તે અનાજ ખાવાથી માણસ કેવી રીતે તાજે-માજે થઈ શકશે?
આ તે કંઈ પ્રશ્ન કહેવાય? પણ ઈશ્વરકરવના દઢ સંસ્કારને કારણે તેમની માન્યતા એવી રૂઢ થઈ ગયેલી કે ઈકવર બધાની રક્ષા કરે છે, તે પિતાની મૂર્તિની તો રક્ષા કરવી જ જોઈએ ને ? પણ...આ વાતને તેમણે સાચે વિરોધ તો ત્યારે કર્યો કહેવાય કે તેમણે જેની મૂર્તિ છે,