________________
વિવેચન ) .
[ ૩૫૩ દેવનરકના અનુભવોની યાદના દાખલા આપનારા કઈ નીકળી શકે પણ “મેક્ષની યાદ” ના દાખલા આપનારા કેઈ બની ન શકે ! માટે આ બધી કેવળ દલીલો જ છે કે,
મેક્ષમાં જવાનું મન થાય છે માટે મેક્ષ આપણે અનુભલે હે જોઈએ.” આવી–આવી તે તેમની દલીલને વિચાર કરવા બેસીએ તે મહિનાઓના મહિનાઓ..માસાના ચમાસાઓ નીકળી જાય. જુઓને હજી તે આપણે ભગવતીસૂત્રના ગણધરભગવંતના કરેલા મંગલાચરણમાં બીજા પદનો પૂ. અભયદેવસૂરીશ્વરજી મ. કરેલા બીજા અર્થને જ વિચાર કરી રહ્યા છીએ. પણ આ તે આજ– કાલના વાદીઓ તમને ફસાવી ન જાય, માટે આટલી વિસ્તારથી વાતો કરી.
દયાનંદ કુતક તિમિર તરણની રચના
બાકી તે એમણે કરેલા જૈનધર્મના કલિપત અને ખોટા આક્ષેપને કોઈ પાર નથી. સત્યાર્થ પ્રકાશના ૧૨ મા સમુલાસમાં જેનું એલફેલ ખૂબ ખંડન કર્યું છે. આનો જવાબ આપવા માટે "શ્રી ઠોકરમલે “દયાનંદ સુખપેટિકા” નામનો ગ્રંથ લખ્યા છે. અને મારે પણ તે બધાના જવાબ આપવા માટે “દયાનંદ કુતર્ક તિમિર તરીકે
* દયાનંદ કુતક તિમિર તરણનો ઇતિહાસ – આ ગ્રંથની રચના આ જ વ્યાખ્યાનકાર મહાપુરુષે પોતાની પ્રારંભની મુનિઅવસ્થામાં પંજાબમાં કરેલ છે. અને પંજાબ દેશમાં આર્યસમાજીઓને સારો પ્રતિકાર કરેલ છે. આ જ ગ્રંથ એક જૈનેતરભાઈ સર્વોત્તમદાસભાઈને સુંદર અને ઉપયોગી લાગવાથી શ્રી લબ્ધિસૂરીશ્વરજી, જેન ગ્રંથમાલા-છાણું (વડોદરા) ના ૨૯મા મણકા તરીકે પુનઃ પ્રકાશિત થયેલ છે. યોગ્ય જિજ્ઞાસુઓ–વાંચકે ઉપરની ગ્રંથમાલા પાસેથી પુસ્તક મંગાવીને અધ્યયન કરી શકે છે. ૨૩