________________
વિવેચન ]
[ ૩પ૧ ત્યાં તો બધાંને ભગવાન બનવાને અધિકાર છે. પણ તમારી માફક ભગવાન બનીને મુકત થઈને પણ પાછું આવવાનું નથી, છતાં ય અજાણતા પણ જૈનોની માફક અનેક ભગવાનની માન્યતામાં આવવું પડ્યું.
જે તમે એટલું જ માનીને બેસી જાવ કે જેનું મન થાય તેને પૂર્વમાં અનુભવ કર્યો જ હવે જોઈએ. તે ભગવાન પણ તમારા મતે દુનિયાના લગભગ બધા જ જીવે થઈ ગયા હોવા જોઈએ. એ વળી કઈ ચુસ્ત આર્યસમાજીભાઈને આપણે પૂછીએ કે, “ઈશ્વર તમને દયાનંદજી બનાવી દે, તો તમે તે માટે તૈયાર થઈ જાવ કે નહીં? જેમને તેમના પર સાચી શ્રદ્ધા હશે તેમને દયાનંદજી જેવું બનવાનું મન થવાનું જ, તે શું તે આર્યસમાજી ભકતભાઈએ પણ કયારેક દયાનંદજી બનીને આર્યસમાજની સ્થાપના કરી હતી?” આવી પાયા વિનાની વાતે કયાં સુધી ટકી રહે ? પત્તાને મહેલ બનાવવા મહેનત તે ખૂબ કરવી પડે પણ જેવી પવનની એક લહેર આવી કે બધું ય વેરવિખેર થઈ જાય તેમ આ પાયા વિનાની દલીલનું છે. , * જરા ઊંડા ઊતરે અને આગળના વ્યાખ્યાન યાદ કરે! પહેલાં અર્થનું વિવેચન કરતાં આપણે એ વિચાર કર્યો હતો કે કઈ પણ વસ્તુને અભિલાષ થવા માટે અનુભવ કારણ નથી પણ માત્ર પૂર્વને અભિલાષ જ કારણ છે, પણ અભિલાષ જે થયે જ હોય તે જ થાય એવું નથી. આજે એક કમાવાની ઈચ્છા-અભિલાષા છે પણ એક મળી ગયા પછી ફરીથી પણ એક જ મેળવવાને અભિલાષ થવાને કે વધારેને પણ થાય ? ઇચ્છા પહેલાં ઈછા કરી