________________
૨૪૪]
[ શ્રી સિદ્ધપદ જાહેરમાં આવવાને જ. વિષયના ભેગથી પેદા થયેલી દુઃખની પરંપરા તે સ્વીકારવી જ પડે છે.
જે વિષયના ભાગરૂપે બીજથી દુઃખરૂપ વૃક્ષ ફાલતું હેય તે બીજ ખરેખર સુખરૂપ હોય તેમ બને ખરું ? જે વિષય-ભગ સુખ હેત તો તેની પરંપરામાંથી સુખ પેદા થતું હત પણ ગમે તેવા નાસ્તિકને પણ સ્વીકારવું પડે છે કે, વિષયને ભેગાવ્યા પછી દુઃખ અને દર્દોની પરંપરા ચાલ્યા જ કરે છે. માટે જ તો કઈ પણ ધર્મમાં નહીં માનનારને પણ ડોકટર ને વૈદ્યનું તે માનવું જ પડે છે. ભેગો ભેગવીને ક્ષયની બિમારીમાં પડેલાને ડેકટર કહેશે કે બહારગામ જાવ, પત્ની વિના એકલા રહેવાનું છે, મનથી પણ તેને યાદ કરશે તે વધુ જીવી નહીં શકે. નાસ્તિક જીવ છે કે નહીં આ વાતમાં ભલે વાદ-વિવાદ કરે અને ન માને પણ પિતાને જીવ બચાવવાનો પ્રસંગ આવે કે તરત જ તેને યોગ્ય પ્રયત્નો કરે છે. જીવ માનવામાં તેને વિવાદ છે પણ પિતાનો જીવ બચાવવામાં નહીં. ત્યાં તે આસ્તિક અને નાસ્તિક બંને સરખા છે. માટે નાસ્તિક પણ. ડોકટરનું કહ્યું માનશે અને બૈરીને ય દુર રાખી સુકી હવા ખાવા જશે. વિષયના ઉપભેગથી પેદા થયેલી પરંપરાને દુઃખ કહ્યા વિના નાસ્તિકનું કે મહાનાસ્તિકના બાપનું ચાલે યા તેવું નથી.
દલીલ કરનારને ય કોઈ રેકી શકતું નથી. સંસ્કૃતમાં કહેવાય છે કે, “વાદી ભદ્રનાવશ્યતિ” વાદ કરનાર કલ્યા
ને જતો નથી. એનું કલ્યાણ તો માત્ર પોતાની વાતને ગમે તે રીતે પણ સિધ્ધ કરવામાં છે માટે તે ગમે તેવા તક કરી શકે છે. નાસ્તિક તર્કકાર એની એ જ વાત આગળ લાવે છે કે, આગળ-પાછળનું ગમે તેમ હોય છતાં ય ક્ષણ