________________
વિવેચન ]
[૩૦૩ જરૂર રહેતી નથી તેમ પ્રશમના સુખ માટે પણ વિષયની અપેક્ષા નથી હોતી. માટે આ બે સુખમાં આકાશ-પાતાળ જેટલી અસમાનતા હોવા છતાંય બંને સુખ વિષય નિરપક્ષતાની દૃષ્ટિએ સરખા છે. તેથી પ્રશમના સુખની મહત્તાનું વર્ણન કરીને તેને મોક્ષના સુખ જેવું કહ્યું.
ક્ષપેપશમભાવના સરવાળા જેવું ' ' મોક્ષનું સુખ નથી તમે પૂછશે કે, જે પ્રશમના સુખનું આપે આટલું બધું વર્ણન કર્યું તેને આવું મહાને બતાવ્યું એ પ્રશમનું સુખ એક અંશે પણ મોક્ષના સુખ જેવું નથી તેનું કારણ શું? આનું કારણ જણાવતાં પૂ. હરિભદ્રસૂરિ મ. કહે છે કે – નઉ તહભિન્નાથુંચિય, સુખલવાણું તુએસ સમુદાઓ તે તહ ભિન્ના સંતા, અવસમ જાવ જ હુતિ |
[ સિદ્ધસુઅવિંશિકા ગા. ૯] તે બધા જ પ્રશમના ભાવે એ ક્ષપશમ અને ઉપશમના ભાવે છે. જ્યારે મેક્ષમાં જે સુખ છે એ ક્ષાયિક ભાવનું છે પણ આવી ઝીણું વાત તે તમે કેવી રીતે સમજે? મારે જરા સ્કૂલ કરીને બતાવવી પડશે. પૂ. હરિભદ્રસૂરિ મ. નું કહેવું છે કે, ક્ષયે પશમભાવનું એટલે પ્રશમનું સુખ મોક્ષની તુલનાએ આવવાનું જ નહીં. કારણકે જે વખતે તમે પ્રશમનું સુખ અનુભવી રહ્યા છે ત્યારે સૂક્ષ્મ પણુ રાગ-દ્વેષને અનુભવ ચાલી જ રહ્યો છે. ભલે મોક્ષ મેળવવાની પણ ઈચ્છા હોય છતાં ય ઈચ્છા તે ત્યાં પડેલી જ . છે. માટે તે ઇચ્છા સહિતનું ક્રોડગણું સુખ ભેગું થાય , તે ય ઈચ્છારહિત સુખને એક અંશ પણ ન બની શકે. વળી પ્રશમ કે ઉપશમનું સુખ જોગવવાનું હોય તો તેનો અનુભવ.