________________
૩૧૮ ]
[ શ્રી સિદ્ધપદ મુખ્ય વિશેષતા-મુખ્ય ધર્મ (લક્ષણ) ગતિસહાયક છે, તેમ મોક્ષના સુખ માટે આ કઈ પરિચય ન મળે, તેથી મેક્ષનું સુખ છે....મહાન છે. એમ જાણતા હોવા છતાં ય કેવું છે એ ન જાણી શકાય અને જે છે તે સૌથી શ્રેષ્ઠ છે, એ જાણી શકાય. સૌથી શ્રેષ્ઠ હોય પણ કેવું છે તે ન જાણી શકાય તેનું નામ જ “નિરૂપમ’ આ મોક્ષનું સુખ આવું નિરૂપમ છે. માટે તે કેવું છે તે કહી જ ન શકાય.
એને અનુભવ તે સિદ્ધ ભગવંતને જ હેય! કેવલ ઘાતિકર્મના નાશ કરનારા અરિહંત પરમાત્માઓને પણ કેમ હોઈ શકે? એમને પણ વેદનીયકર્મનો ઉદય છે, જ્યારે સિદ્ધ ભગવંતેને તે વેદનીયકર્મને ક્ષય થયેલ છે. માટે મોક્ષના સુખને કઈ પણ આપણું અનુભવમાં આવી શકે એ પરિચાયક છે જ નહીં. આથી મેંલના સુખના વર્ણનથી જ આપણે જાણી શકીએ અને એનું વર્ણન શાસ્ત્રમાં મળે. આથી મોક્ષના સુખના પરિચાયક શાસ્ત્રવચન છે.
પ્રશ્ન –ત્યારે આપે આગળ બતાવ્યું ને કે પ્રશમના સુખને ઓળંગી જાય તેવું છે, અને તે માટે દાખલા–દલીલ પણ આપી હતી ને ?
જવાબ –હા, પણ તેથી શું થયું ? તમે પણ તે દાખલા-દલીલે સાંભળ્યા જ છે ને? હવે હું તમને પૂછું છું કે “મોક્ષનું સુખ કેવું છે? બેલે જોઈએ ?” તે. તમે કહેશો કે, “પ્રશમ કરતાં ય ઘણું મહાન !” આટલું જ મેં પણ કહ્યું છે કે, “પૂર્ણ પ્રશમ કરતાં ઘણું મહાન છે” એને અર્થ શું થયે? તે ન સમજ્યા?