________________
૩૩૦ |
[ શ્રી સિદ્ધપદ ને તેવું જ દુખ-દર્દ શરૂ! શું આવા ડેકટર પાસે કઈ જાય ખરૂં? આ ડેકટર ન્યાયી કહેવાય ખરે?
જે ઈશ્વર પણ મુકત આત્મામાં માતા-પિતાને જોવાની ઈચ્છા પેદા કરી આપે તો આપણે ઇવરને આવા ડેકટર જેવા જ માન્યા કહેવાય. માટે આ બધી કલ્પના જ ખોટી છે કે ઈશ્વર મુકત આત્મામાં ઇચ્છા પેદા કરે છે. ખરેખર આત્મા મુકત ત્યારે જ મુકત થયે કહેવાય કે પછી ફરી કયારેય કોઈની જોડે યુકત ન થાય–જેડાય નહીં ! વળી આટલાયથી તે વાદીઓ-આર્યસમાજીઓને સંતોષ ન થાય અને કહે કે, તે મુક્તાત્મામાં ઈચ્છા હતી નથી અને ઈશ્વર પણ તેમાં ઈચ્છા પેદા કરતા પણ નથી. પણ તેના જ્ઞાનથી તે સંસારને જુએ છે અને તે પદાર્થોમાં તેની ઈચ્છા થઈ જાય છે.
આ તકને જવાબ તે પછી કરીએ, પણ એના મૂલ પહેલાં તપાસી લઈએ. જેના મૂલમાં જ ભૂલ ભેંકાયેલા હોય તેના કુલને ફુલ (દૂર) કરવાની કોઈ જરૂર નથી. એ તો આપમેળે જ ડુલ થઇ જશે. આ તર્કનું મૂલ જ એવું છે.
તએ ભલે કહે કે, “મુક્તાત્મામાં ઈચ્છા હોતી નથી. પણું....અહીંના ભોગ-સુખને જોઇને તેનામાં ઈચ્છા પેદા થાય છે.” પણ...ભલા! જેનામાંથી ઈચ્છાને સમૂળગે નાશ થઈ ગયેલ હોય તેમાં કોઈ ઈચ્છા પેદા કરે કે નવી ઈચ્છા પેદા થાય, આવું કદી ય બનતું નથી.
જેનું બીજ જ ખલાસ થઈ ગયું છે તેની પરંપરા આવે કેવી રીતે? જ્યાં સુધી આત્મા મુકત થયે ન હતે. ત્યાં સુધી તે ઇચ્છાની પરંપરા ચાલ્યા કરતી હતી, પણ