________________
૩૩૬ ]
[ શ્રી સિદ્ધપદ મુકત આત્માને અહીં લાવીને–સૃષ્ટિમાં પેદા કરાવીને માતાપિતાના દર્શન કરાવે છે.”
મુક્ત રહેવા માટે મુક્ત જીવને તેના કર્મને ભેગ કરવાનું નથી, તે તે મુક્ત રહેવામાં સ્વતંત્ર છે. પણ પરમાત્મા તેને સૃષ્ટિમાં લાવે છે, તે તે સ્વતંત્ર કે પરંતંત્ર? શું આ પિતાના જ શાસ્ત્રને પૂર્વાપર વિરોધ નથી!
જરાક વિચારે કે, પરમાત્મા મુકિતમાંથી પાછા સૃષ્ટિમાં લાવે અને મા–બાપના દર્શન કરાવે તે કયા મા–બાપના દર્શન કરાવે? આત્માએ તે જનમ-જનમમાં કેટલાંય મા–બાપ કરી લીધા છે, તે કયા મા–બાપની જોડે સંબંધ કરી આપે. તેનો તેમની (આર્યસમાજીએ) પાસે કશે જવાબ નથી, કશે ય જવાબ કરી શકાય તેમ નથી. પણ આપણે સમજીને તેમને જવાબ સ્વીકારીએ કે, બધા જ માતા-પિતાની જેડે તો ભગવાન સંબંધ કરાવી ન શકે પણ મુક્તિમાં જતાં પહેલાં આ જીવના તે છેલ્લા જન્મના મા-બાપ હતા તેની સાથે સંબંધ કરી આપે !!
પણ....આને મતલબ શું થયે ખબર છે? જે આ દુનિયામાં માતા-પિતા બને છે તેને તેમના (આર્યસમાજીના) મતે મોક્ષમાં જવાનો અધિકાર જ ન મળે. કારણ કે જ્યારે જેને મુકિતમાંથી પાછા આવવાનું હોય ત્યારે તે મા–બાપ તે અહીં સંસારમાં હોવા જ જોઈએ ને ! જે કદાચ તે મા-બાપ મુકિતમાં હોય તો તેમના છોકરાને મુકિતમાંથી પાછું આવવાનું કેવી રીતે થાય? અહીં આવીને કોને મળે ? કહે કે તેમને મા–બાપને, તે તે છોકરાના મોક્ષમાંથી આવ્યા પહેલાં જ જન્મ મેળવી લેવું પડે. નહીં તે તે છેક મા-બાપને મળે કેવી રીતે ? વળી તે કોઈ એક