________________
.
.
-
-
૩૪૨]
[ સિદ્ધપદ કેવી રીતે? જે કહે “ઘડે નથી” તે પૂછવું, “કેમ નથી, કયાં ગયે ?” પેલા ઘડાની ઠીંકરિઓ જ ઉત્પન્ન થઈ ગઈ છે એમ માનનારને કહેવું જ પડશે કે, “ઘડે નષ્ટ થઈ ગયે નાશ પામી ગયે”
બસ ત્યારે ! ઘડાને નાશ ઉત્પન્ન થયે નથી તે ઘડે નાશ પામે તેમ કેવી રીતે કહી શકે છે? અને જે ઘડાની ઠીકરીઓ થવા છતાં ય તેને નાશ ઉત્પન્ન થયે એમ ન માનીએ તે ઠીકરાં થવા છતાં ય ઘડે તે છે જ એમ માનવું પડે. પણ આવી માન્યતા કોઈ પણ ડાહ્યાની હેય નહીં.
કઈ રૂપિયાની નોટ બાળી નાખે અને તેને નાશ થયે ન માનતા હેવ પણ માત્ર રાખ જ પેદા થઈ તેમ માનતા હોવ, તે તમને કઈ દુ:ખ થાય ખરૂં? આ દુઃખ શાનું છે? નેટ નાશ પામી તેનું કે રાખ પેદા થઈ તેનું ? જે નોટ નાશ પામી છે તેનું દુઃખ હોય તે જેટલું દુખ લાકડાની રાખ પેદા થાય તેટલું જ દુઃખ રૂપિયાની નોટની રાખ થાય ત્યારે પણ થવું જોઈએ. પણ તમારે અનુભવ શું છે? કહે કે રૂપિયાની નોટની રાખ તો કેઈ શું કરે? બીજે કઈ કરવાનું હોય તે પણ ખ્યાલ આવી જાય તે ય દિલમાં ચિંતાની આગ પ્રગટવા માંડે! માટે તમને રૂપિયાની નોટની રાખ પેદા થવાનું દુઃખ નથી થયું, પણ રૂપિયાની નેટને નાશ થઈ ગયે તેનું જ દુઃખ થયું છે. આમ ઘડે ફૂટવાથી માત્ર ઠીકરિઓ જ પેદા થઈ તેમ નહીં, પણ ઘડાને નાશ પણ પેદા થયો છે. આવું નકકી કરી શકાય છે કે વસ્તુને ભાંગવા–તેડવા કે શીણું–વિશીર્ણ કરી દેવાથી તેને નાશ પેદા થાય છે. આવી રીતે જે નાશ પેદા થયું હોય તેને પ્રäસાભાવ કહેવાય.