________________
વિવેચન ]
[૩૩૯ શાસ્ત્રમાં કઈ વાત ક્યાં આવી છે એ પૂછો એટલે કહે કે, ફલાણું શાસ્ત્રમાં જેઈલે પણ આજે બધા દશા એવી છે કે તમે શ્રાવકો બીજાને તે શું પમાડે પણ તમને જ કઈ પમાડી દે તેમ છે માટે તેનું શ્રવણ કરવાની હંમેશા જિજ્ઞાસા રાખવી જોઈએ.
વ્યાખ્યાનમાં રોજનું જ શું આવવાનું હતું ? બધી એકની એક જ વાત આવવાની. સંસાર છોડે....છોડે... છોડે...ને...છોડે, પણ એવાઓને એ તો પૂછે કે સંસારમાં તમે કઈ નવી વાત કરે છે? આખી જીંદગી બીજાનું તોડવામાં અને પોતાનું જોડવામાં જ પૂરી કરે છે. ત્યાં કેમ કંટાળો નથી આવત? કયે સંસારી સંસારની પ્રવૃત્તિમાં પોતાનું જોડવા અને બીજાનું તોડવા સિવાય બીજું કશું કરતો હોય છે? પણ ત્યાં બધું એકનું એક કેમ લાગે છે? એક જ કારણ છે કે, “સંસારમાં પ્રેમ છે અને ધમમાં વહેમ (અપ્રેમ-અશ્રદ્ધા) છે. જ્યાં પ્રેમ હોય ત્યાં રેજ-રેજ નવું-નવું દેખાય.”? આજે છોકરે જન્મે, આજે બોલતાં શીખે, આજે ચાલતાં શીખ્યો, આજે નિશાળે ગયે. તમારા વહાલા ગગલાને રેજ જુઓ તો ય રેજ ગળગળા નથી થતા.....? રોજ આનંદ નથી થતું?
પ્રશ્ન –પણુ, મહારાજસાહેબ ! એ તે નાનેથી મેટા થાય એટલે જ બધું બદલાયા કરે ને ?
જવાબ–આ જ કહેવું છે ને ? માની લીધું, તમારું કહેવું, પણ એ જ નવું-નવું થતું દેખાય છે....મન તેમાં ઘેલું–ઘેલું થઈ જાય છે તે બધે તે તમારા બચ્ચા પરના પ્રેમના પ્રભાવે જ. જ્યાં પ્રેમ હશે ત્યાં બધી જ બુદ્ધિ ચાલશે. ત્યાં રેજ નવા-નવા સિદ્ધાંત, નવી-નવી યુકિતઓ,