________________
૩૩૮]
[ શ્રી સિદ્ધપદ - તકની દૃષ્ટિએ લગભગ બધાં જ સિદ્ધાંતકારે દર્શનવાદીઓ, પ્રäસાભાવને માને છે. આ પ્રäસાભાવની શરૂઆત છે, પણ તેને અંત નથી. જો કે આ પ્રāસાભાવ (અધિકરણરૂપ) પદાર્થથી જુદે છે કે નહીં તે બાબતમાં દિર્શનકારેને વાદ-વિવાદ છે, પણ સાધારણ રીતે પ્રર્વસાભાવ સ્વીકારવામાં કોઈ પણ દર્શનશાસ્ત્રનો વિરોધ નથી. આવી તાવિક વાત આવે એટલે તમને થાય કે મહારાજ સાહેબ આ બધું શું બોલે છે? તમને પ્રવંસ શબ્દ સાંભળી કંઈ ભસ-ભેસ થતું હોય તેવું તે ખ્યાલમાં નથી આવતું ને!
સાચો શ્રાવક તે સિદ્ધાંતને એ જાણકાર હવે જોઈએ કે પરદર્શનના મેટામોટા યોગીઓ અને સંન્યાસીઓ જે પણ સાચું સમજવા માંગતા હોય તે બધાના બધાય તર્કોના જવાબ આપી તેનામાં જૈનદર્શન ઉતારી દે. બીજા દર્શનના શું પિતાના ય દર્શનમાં જે શ્રદ્ધાથી હાલી ગયેલ સાધુ–સાધ્વી હોય તેમને ય સ્થિર કરી દે.
ભગવાનના પુત્રી પ્રિયદર્શન પણ એક વખત ભગવાનના મતથી દૂર થઈ જઈને તેમના પતિ જમાલીના મતમાં ભળ્યા હતા. પણ હેશિયાર શ્રદ્ધાળુ શ્રાવક સદાલપુત્ર તેમને માર્ગ ઉપર લાવ્યા. - જેન ગૃહસ્થાએ વાદ-વિવાદ કર્યાને ઘણું દાખલાઓ શાસ્ત્રમાં આવે છે. આત્મારામજી મહારાજથી શ્રદ્ધા પામેલા અનુપચંદભાઈ પણ જમ્બર શ્રાવક હતા. તેઓ જ્યારે હુકમ મુનિના મતમાં હતા ત્યારે બધા આગમે વાંચેલા. પણ સાચી શ્રદ્ધા થઈ એટલે આગમને હાથ લગાડવાનું મન ન કરે, છતાં ય સાધુને શાસના પાઠે કયાં છે તે કહી આપે.