________________
૩૩૪]
[ સિદ્ધપદ સંસારના સુખ જે મુક્તિમાં ગયા પછી પણ યાદ આવે એવા છે અને એ છેડીને મુકિતમાં જવાનું હોય તે તે સાચી રીતીએ મુકિત નથી પણ કારાગર છે. વળી આવી રીતે આત્માને મુકિતમાં જ્ઞાની માન, આ કેવી રીતે બને?
જે સંસારને નિસાર સમજી આત્મા મુકત થાય છે તે કદીય અહીં સંસારમાં પાછું આવવાનું મન કરતે હશે? અને જે તે મુક્તિને જીવ સંસારના સુખોની નિઃસારતા જાણતા નથી તે તે સંસારના સામાન્ય માનવી કરતાં પણ અજ્ઞાની છે. ત્યારે શું જ્ઞા નીમાંથી અજ્ઞાની બનવું તેનું નામ મુક્તિ છે?
વળી કઈ તર્કવાળે હજી આગળ દલીલ કરીને કહે કે, “મુક્તિમાં આત્મા જ્ઞાની તે છે. તેને ખબર પણ છે કે સંસારના સુખ નિસાર છે. છતાં ય જેમ અહી સંસારમાં ઘણા માણસોને એ જ્ઞાન હોય છે કે સંસારના સુખ નિસાર છે, છતાં ય વારંવાર તેને મેળવવા પ્રયત્ન કરે છે. તેમ મુકિતના આત્માઓ પણ સંસારના સુખો નિસાર હેવા છતાં ય આપણી જેમ પાછા મેળવવાનું મન કરે !”
ધન્ય છે ને આ તકના ગર્તા (ખાડામાં) અને મેહના આવતમાં (ભમરીઓમાં) પડેલી બુદ્ધિને !
સંસારી આત્મા જેવી રીતે અવિવેકથી સંસારના સુખને નિઃસાર જાણ્યા પછી પણ મેળવવાનો પ્રયત્ન કરે છે, તેમ મુકિતને જીવ પણ અવિવેકના કારણે સંસારના નિસાર સુખને મેળવવા પ્રયત્ન કરે તે ય આપણુ જેવા અવિવેકી જ ને!
જ્યાં અવિવેક જેવું મહા દુખ હોય તેવી “મુકિતમાં