________________
૩૨૮ ]
[ શ્રી સિદ્ધપદ્ધ
•
ખરેખર ઘેાડા'ને ગધેડા’ કહીને એલાવવા જેટલી ભૂલ કરે છે. ખરેખર ‘મુક્તિ' શબ્દના આ દુરૂપયોગ છે. કે મુતિ સ્વતંત્રપણાનુ” નામ છે, અને ‘ઈચ્છા’ પરતંત્રતાની મહાન ખાણ....ઇચ્છાસહિત હોય તે સ્વતંત્ર કુદી ન બની શકે ! પણ શું થાય? તેમને આમ કરતાં કાણ રોકી શકે ?
અલિહારી છે જિનશાસનની, કે જ્યાં તત્ત્વાની હરિયાલી બારે માસ છવાયેલી રહે છે. ગમે તેવા વાદી– પ્રવાદીની કજીયાળી વાતા તે જિનશાસનના તત્ત્વાને વાંધાભર્યા બતાવી નથી શકતા. પણ દયાનંદજી તે મુક્તિમાંય ઇચ્છા માને છે, અને ત્યાંથી માતા-પિતાને જોવાની ઇચ્છાથી પાછા આવવાનું કહે છે. કદાચ તે આગળ દલીલ કરીને કહે કે, “મુક્ત આત્માઓમાં ઈચ્છા પેદા નથી થતી પણ ઇશ્વર ઇચ્છા પેદા કરે છે અને અહીં તેમના મા-બાપની સાથે મેળ કરી આપે છે. ”
ક્ષણભર માટે આ હડહડતા જુઠ્ઠાણાને ય સાચું માની લઇએ અને પૂછીએ કે, “ એલે ! એક વખત મુક્તિમાં ગયેલેા આત્મા ફરી અહીં આવીને દુ:ખી થવાના કે નહીં ? અને જો તે દુ:ખી થવાનેા તે કાના પ્રતાપે ? પોતાના કમના પ્રભાવે કે ઈશ્વરે તેને ઇચ્છા પેદા કરાવી તેના પ્રભાવે ? ” જો આપણે એમ જ માની લઇએ કે એક વખત મુક્તિમાં ગયા બાદ તે જીવ કદી દુઃખી જ નહીં થવાને તે બધાંય આત્માએ તેમના મતે અત્યાર સુધી કેટલીય -વખત મુક્તિમાં જઈ આવ્યા છે. કારણકે તેમના મતે જીવ નિત્ય છે, અને મુક્તિ અનિત્ય છે. જીવની શરૂઆત નથી પણ મુક્તિની શરૂઆત અને અંત બને છે. માટે બધાં જીવા મુક્તિમાં જઈ આવ્યા જ હાવાં જોઇએ ને ! બધાં