________________
વિવેચન ]
[ ૩૨૩
જો કે આવું કરી શકાતું નથી, પણ એક બુદ્ધિ કલ્પના દોડાવીને જેમ તમે દુનિયાની વાતા સમજાવે છે. તેમ શાસ્ત્રકારોએ પણ એક કલ્પનાબુદ્ધિ પૂરતી જ આ વાત સમજાવી છે. આના દ્વારા એમને એટલુ જ સ્પષ્ટ કરવાનુ... હાય છે કે, ગમે તેટલી માથાફોડ કરી કે ઊંચાનીચા થઈ જાવ....કેવળજ્ઞાની પાસે પહેાંચી જાવ કે મોટામાં મોટા ગણિત કરી લેા. પણુ એટલી વાત તે નક્કી જ છે કે મુક્તિનું સુખ આવું છે એવું કદી કાઇ કહી શક્શે નહી! આવા નિરૂપમ મેાક્ષસુખને મેળવીને આપણે કયારે નિર્માંળ બનીએ એ જ ભાવના રાખવાની છે, અને પરમાત્માના નિરૂપમ મોક્ષમાર્ગ આ અનુપમ માનવજન્મમાં સાધી ઉપમાતીત મેાક્ષના અનંત સુખના સ્વામી બનવાનું છે.