________________
[૩૨૧
વિવેચન | સિધમ્સ અહો રાસી,
સવધા પંડિતો જતિ હજજ; સર્ણત વચ્ચમઈ,
સવ્વાગાસે ન ભાજા”
(આ. નિ. ગા. ૬૮૫, ૬૮૬, ૬૮૭ )
(આ. ભ. ગા. ૩૮૪૭ થી ૩૮૪૯) શાસ્ત્રકાર મહર્ષિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ “વિશેષ આવશ્યક” નામની તેમની “કરેમિભંતે સૂત્ર”ની અપૂર્વ ટીકામાં સિદ્ધોના વર્ણનમાં આ જ વાત જણાવે છે. જેનેશાસનમાં તો ઠીક પણ દુનિયાના વિદ્યમાન કે ઈ પણ આટલા નાનામાં નાના ગ્રંથની તેમના જેટલી વિશાળકાય ટીકા હશે કે નહીં એ સવાલ છે. કદાચ આવી મહાન ટકા હશે તે પણ આટલા વિષયની વિવિધતાથી ભરેલી હશે કે નહીં તે તે પૂર્ણ શંકાને પાત્ર છે.
તે ટીકા જેનદશનના તક તેમજ સિધ્ધાંતરૂપી રત્નો માટે ખાણ છે. કહે કે સાચી જિનની આણ છે, જિનશાસનની શાન છે, ભવરૂપી રાનને ( જંગલમાંથી) પાર કરવાને યાન (વહાણ) છે.
અહીં આપણને તેમની ટીકાનું વર્ણન કરવાને અવસર કે સમય નથી, પણ જે વાત આપણે મિક્ષના સુખ માટે સમજી ગયા કે તેઓએ કેવા શબ્દોમાં કહી છે તે સમજી લેવાની છે. તેઓએ જણાવ્યું છે કે –
“ અવ્યાબાધ સ્થાન પામેલા સિદ્ધોને જે સુખ છે તે સુખ નથી તે મનુષ્યને–નથી તે બધા યે દેને!”
૨૧