________________
૩૨૨ ]
[શ્રી સિદ્ધપદ બધાં જ દેવના સુખને ભેગા કરીને, બધાં કાળનું તેમનું સુખ ભેગું કરીએ અને તે સુખને અનંત વખત ગુણીએ અને તેને પણ અનંતાનંત વર્ગ કરીએ તે પણ મુક્તિનું સુખ ને તે સુખ સરખા ન થઈ શકે.
વળી “સિદ્ધના સુખની જે રાશિ બધા કાળે થાય તેને અનંતના વર્ગ વડે ભાગાકાર કરીએ તે પણ ભાગાકાર કરવાથી જે સુખરાશી આવે તે સુખરાશી લેક અને અલેક બંને આકાશને ભેગા કરીને રાખીએ તે પણ તેમાં ન સમાઈ શકે.” આમ તેમણે પણ ગણિતની ગણત્રી કરાવીને આખરે તે એ જ સાબિત કર્યું કે તે વિશ્વના તમામ સુખ કરતાં પણ વધારે છે.
બીજી ગાથામાં જણાવ્યું કે, બધા દેવેનું સુખ ભેગું કરે અને તેમના બધાના આયુષ્ય વડે તે સુખને ગુણાકાર કરે અને જે ગુણાકાર આવે તેના વર્ગને પણ વર્ગ કરે તે પણ મુક્તિના સુખની સદશ તે સુખ થઈ શકે નહીં.
વગ એટલે તે સમજે છે ને? જે સૂક્ષ્મ વર્ગ કરવાને હોય તે રકમને તે જ રકમ વડે ગુણવી તેનું નામ વર્ગ. અર્થાત્ ૨ ને વર્ગ ૨૪૨=૪ અને ૪ ને વર્ગ એટલે ૪૪૪=૧૬ આમ તમે ગણિત કરતા જાવ તે પણ સિદ્ધના સુખને પત્તો લાગે જ નહીં.
વળી આ જ વાતને ત્રીજી ગાથામાં બીજી રીતે બતાવીને કહ્યું કે, સિદ્ધના આત્માને જે સુખરાશી છે–પ્રતિસમય અનુભવે છે તેને અનંતના વર્ગ વડે ગુણે અને જે રાશિ પ્રાપ્ત થાય તેને અનંત વર્ગમૂળ કરે, ભાગાકારમાં આવેલી રાશી લેક અને અલોકના આકાશપ્રદેશમાં રાખવા જાવ તે પણ ન રાખી શકે.