________________
વિવેચન ].
[ ૩૨૫ મતે મુક્તિ એક પ્રકારની બદ્ધદશા જ છે. સંસારી જીવ પણ ઇચ્છાવાળા અને મુકિતમાં ગયેલા જીવ પણ ઈચ્છાવાળા! ઇચ્છા હોય ત્યાં વાસ્તવિક સુખની વાત કરવી એટલે આગ હોય ત્યાંથી શીતલતા મેળવવા જેવી વાત છે. “ઈચ્છા અપ્રાપ્યની પ્રાપ્તિ માટે થાય. તમારી પાસે જે ચીજ હોય તેને પ્રાપ્ત કરવાની કદી ઈચ્છા થાય ખરી?
પ્રશ્ન –હા, કેમ અમારી પાસે ધન છે, તો ય અમને ધનની ઈચ્છા થાય છે ને?
જવાબ –ના, તમારી તિજોરીમાં જે ધન છે તેની તમને ઇચ્છા નથી થતી, પણ જે તમારા અધિકારની બહાર છે તે જ ધનની ઈચ્છા તમને થાય છે. અને જે પિતાની પાસે જે હોય તેની ઈચ્છા થતી હોય તે કેટલું સુંદર થઈ જાય, કોઈને કંઈ ઈરછા થાય એટલે પોતાની પાસેની વસ્તુ પિતાને આપી દેવાની. બસ પતી ગયું ને ? ઈચ્છા પૂરી થઈ જાય ને ? તમને ધનની ઈચ્છા થઈ તે વખતે કઈ આવીને કહે “લે, શેઠ! આ તમારૂં ધન અને તમે તે ધનને મેળવે, તે તમારી ઈચ્છા પૂરી થઈ ગઈને ? તરત જ તડકી ઉઠેઃ
મૂર્ખા! આ તે મારૂં પિતાનું જ છે. તેમાં શું મેળવવાનું હતું?” ત્યારે નક્કી થયું કે નહીં કે ઈચ્છા થાય છે ત્યારે જ થાય કે જે ચીજ તમારી પાસે ન હોય.
અહીં “માનવ” થયે છે, તે “માનવ બનવાની ઈચ્છા કરે છે કે મોક્ષમાં જવાની ? કહો “માનવ બન્યા પછી માનવ બનવાની ઈચ્છા ન હોય. કારણકે તે રૂપે તે બની જ ગયા છીએ.