________________
વિવેચન ]
[ ૩૦૧ ભગવાન ઉમાસ્વાતિ મ. ફરમાવે છે કે... “ જેમણે અભિમાન અને કામને જીતી લીધા છે, જે મન-વચનકાયાના વિકારથી રહિત છે, જે પરવસ્તુની આશાથી દૂર થઈ ગયા છે તેવા સુવિહિતોને અહીં જ મોક્ષ છે....”
આમ જેમને પિતાની ઈચ્છા પર સંપૂર્ણ કાબુ મેળવ્યું છે અને વિકારથી રહિત થઈ ગયા છે, તેવા આત્માઓને પણ અહીં અનુપમ સુખ મળે છે તે સાક્ષાત્ મેક્ષમાં કેવું અદ્ભુત સુખ હોય?
આપણે ઘણુ-ઘણુ દાખલા દલીલપૂર્વક એ સમજ્યા છીએ કે, મેક્ષમાં માત્ર સંસારિક દુઃખોનો અભાવ જ નથી પણ આત્માના સ્વભાવરૂપ વાસ્તવિક સુખનો પરમ રાશિ ત્યાં છે. આને ખ્યાલ હજી પણ વધુ દૃષ્ટિએ કરી શકાય છે. વૈરાગ્યભાવને અનુભવ તે આપણે કરી જ શકીએ છીએ. ક્ષમા, સંતેષ, નિષ્પરિગ્રહીતા, નમ્રતા, સરલતા, નિસ્પૃહીતા આ બધા ભાવને પરિપૂર્ણ વિકાસ મૉક્ષમાં છે તેમ કહેવાય અને તેનાથી આપણને ચક્કસ મોક્ષસુખને ખ્યાલ આવે.
વળી કોઈપણ કાર્યની પૂર્ણાહૂતિ થાય છે, સાધના કે આરાધના પૂર્ણ થાય છે ત્યારે આત્મામાં અનહદ આનંદ થાય છે. તે શું મેક્ષ એ આત્માની આર ધનાની પૂર્ણતા નથી? સામાન્ય તપ-ત્યાગ, માસક્ષમણ કે આયંબિલની ઓળીની પૂર્ણાહુતિ થાય છે ત્યાં પણ આત્મામાં પૂર્ણાહુતિને આનંદ છવાઈ જાય છે. તે મોક્ષની પ્રાપ્તિ થતાં પૂણુંહતિને કે મહાન આનંદ પ્રાપ્ત થતું હશે?
આવી જ રીતે બીજી અનેકાનેક રીતે થી મોક્ષના સુખની મહાનતા વિચારી શકાય છે પણ આગળ વ્યાખ્યાને