________________
વિવેચન ]
[ ૨૯૯ ના; એમ નહી પણ પૈસા કરતાં ય વધુ સુખ ખાવા-પીવા અને મોજશોખમાંથી મળે છે તેવું લાગ્યું છે માટે જ. તમને મનગમતી ચીજ આઠ રૂપિયામાં મળનારી પણ દશ રૂપિ. યામાં મળી જાય તો લઈ લે કે નહીં? પણ જે વસ્તુ ગમતી નથી તે અગિયાર રૂપિયાની હોય ને દસ રૂપિયામાં મળે તો પણ ન જ લે ને? મનગમતી વસ્તુ માટે રૂપિયે. વધારે આપે, તેથી રૂપિયાથી તમને સુખ નથી મળતું તે સિદ્ધ થાય ખરૂં ? નહીં જ. જે રૂપિયા પર તમને પ્રેમ ન જ હેત તો અગિયારવાળી ન ગમતી વસ્તુ પણ દસમાં લઈ લેતા. પણ તેમ કરતાં નથી. કારણકે તમારી સુખની કલ્પના તે મનગમતી વસ્તુ માટે છે અને તે લેવા માટે રૂપિયાનો પ્રેમ, મમત્ત્વનું સુખ છોડવું પડે. માટે એ સિદ્ધ થાય છે કે
જ્યારે માણસને જે વસ્તુથી સુખ મળતું હોય તેનાથી વધારે સુખ આપનારી વસ્તુ મળે ત્યારે તે જુની, તેની કલ્પના પ્રમાણે ઓછું સુખ આપનારી વસ્તુને છોડતાં તેને વાર નથી લાગતી. એટલે જ તો કામી રાજાઓ અંતઃપુરમાં હજારે સ્ત્રીઓ હોવા છતાં કોઈ રૂપવતીને જોતાં ત્યારે પહેલાં જેનાથી પોતે પોતાની જાતને સુખી લેખતા હતા તે બધી સ્ત્રીઓને છેડી દેતાં વાર ન કરતા. તેથી સમજવાનું છે કે, જ્યારે માણસ એક પ્રકારના સુખને પણ પેાતાની સ્વેચ્છાથી છેડતો હોય છે ત્યારે તેને તેનાથી ઉચું બીજું સુખ મળવાનું હોય છે કે મળી રહ્યું હોય છે. તેવું સુખ મેળવવાની આશાથી જ તે ઓછું ઉતરતી કક્ષાનું સુખ છેડી શકે છે.
ભગવાન મહાવીરે તેમ જ અન્ય સ્થલભદ્રસ્વામી, વજસ્વામી આદિ મહામુનિઓએ પણ અનેકાનેક અનુકૂળ