________________
- 1
- -
-
-
- -
-
-
-
-
૨૯૮ ]
[ શ્રી સિદ્ધપદ એ પણ વિકલ્પ તેમને પેદા ન થયે પણ તેને ય કેવળજ્ઞાન પ્રાપ્તિ માટે સહાયક ઉપકારી મા. જે તેમના અંતરમાં પ્રશમ રસનો ઝરે ન વહેતે હેત તો આવા દુઃખ સહન કરી શકત? જ્યાં સુધી પ્રશમનું મહા સુખ અનુભવાતું નથી ત્યાં સુધી દુઃખ સહન કરવાની તાકાત પેદા થતી નથી.
તમારા વ્યવહારની જ વાત કરો ને. જયારે તમે ખણખણતા રૂપિયા ગણવાના આનંદમાં મોજ કરી રહ્યા હોવ ત્યારે વાતાવરણના દુઃખો, ગરમી-ઠંડીનો અનુભવ કયાં ચાલી જાય છે? દુકાન પર ધ ધ કરવા બેસે છે ત્યારે માથું ફાડી નાખે તેવી લીયા–દયાની રાડો પણ દુઃખ આપી શકે છે ખરી? અહીં પણ દુઃખ સહન કરવાની તાકાત એનામાં જ પેદા થઈ શકે છે કે જે કોઈ સુખમાં–આનંદમાં મગ્ન બનીને બેઠા હોય, તે આટલા અનગલ દુઃખને સહનાર કેઈ સુખમાં મસ્ત ન બને હોય તેમ બને ખરૂ ? માટે માનવું જ પડે છે કે ભગવાન વસ્થાવસ્થામાં પણ વિરાગના-કષાયની શાંતતાના એવા સુખમાં મહાલી રહ્યા છે કે સંસારના કોઈ પણ દુઃખો તેમની નજીકમાં પહોંચતા પહેલાં જ નિઃમત્ત્વ બની જાય છે. તેમને લવ માત્ર પણ ચલિત કરી શકતા નથી.
બીજી એ પણ વાત વિચારો કે જેને એ નિશ્ચય થયે હોય કે રૂપિયાની પ્રાપ્તિ કરતાં ભેજન ખાવામાં વધારે આનંદ છે તે ભેજન માટે રૂપિયા છેડી શકે કે નહિ? એટલા માટે જ તો ધન તમને અત્યંત પ્રિય હોવા છતા પણ તમે મે જશેખમાં, ખાવા-પીવામાં કેવા આનંદથી બગાડી શકે છે? શાથી? પૈસા પાસે રહે તેથી સુખ નથી મળતું, માટે?