________________
3061
| શ્રી સિદ્ધપદ
હોય તે જ્યાં સુધી આગ ચાલતી હોય ત્યાં સુધી આગળ ન વધે....કાઇને ખાળે નહી.....તે માટે, અને જ્યાં લાગી ગઈ હાય તેને શાંત કરવા માટે પ્રયત્ન કરવા જ પડે. આમ ક્ષયે પશમ કે ઉપશમભાવ તે જાગૃતિ રાખીને કેટલાંય પુરૂષાર્થ નિરંતર કરતાં રહે ત્યારે જ મલે, અર્થાત્ રાજ તે ભાવને ટકાવી રાખવા પ્રયત્ન ચાલુ રાખવા જ પડે. જરા પ્રયત્ન મઢ પડયા કે ક્ષયાપશમભાવ ગયે જ સમજવા. માટે જ પ્રશમભાવમાં બૈરાગ્યમાં લીન મહાભાએને સતત્ આત્મા જાગૃત જ હોય છે અને તે જાગૃત રહે તે જ તેમને પ્રશમના આન–પ્રવાહ ચાલ્યા જ કરે.
જ્યારે ક્ષાયિકભાવ તા એવા છે કે એક વખત પેદા થયે। પછી નિર'તર ચાલ્યા જ કરે. ઉદ્દયભાવની આગ ત્યાં કદી ય કી ન શકે, કહો કે ક્ષયે પશમભાવ તા ઉદયભાવની આગ દબાવવાથી....આગળ વધવા નહી દેવાથી.... અને એલવવાથી પેદા થાય છે, જ્યારે ક્ષાયિકભાવ તે એવેા ભાવ છે કે જ્યાં ઇંધન મળી શકે તેવી કોઇ વસ્તુ જ રહેતી નથી. માટે સ્થૂલટષ્ટિથી કહીએ તે જેમ પ્રશમભાવ રોજ કમાવુ' ને રોજ રોટી ખાવા જેવા છે. તેા ક્ષાયિકભાવ એટલે મેક્ષના આનંદ. લાખા ક્રોડા કે અસંખ્ય રૂપિયાનુ નિધાન જમીનમાંથી નીકળે તેવું કે કામઘર જેવું છે. આવા નિધિ મેળવનારને કમાવા માટે કેાઈ ચિંતા કરવાની રહેતી નથી. તેમ ક્ષાયિકભાવના સુખવાળાને પણ સુખ પેદા કરવા નવા પુરૂષાર્થ કરવાની કયારેય જરૂર પડતી નથી. તેથી પ્રશમભાવનુ ં ગમે તેવુ' મહાન સુખ હોય તે ય તે ક્ષયે પશમ કે ઉપશમભાવથી પેદા થતુ હાવાથી સહજ કે સ્વાભાવિક નથી. જ્યારે મેાક્ષનુ સુખ ક્ષાયિકભાવથી પ્રગટતુ' હોવાથી