________________
વિવેચન ]
[૨૯૭ ચ તે નિઃસ્પૃહતાનું સુખ ઓછું થતું નથી. દુઃખો એ તે આગ જ છે. સંસારનું સુખ હોય તો ક્ષણવારમાં તે આગ તેને ખલાસ કરી જ નાંખે. પણ આપણે જોઈએ છીએ કે નિઃસ્પૃહ મહાત્માઓને દુનિયામાં પ્રબળમાં. પ્રબળ દુ:ખ પણ ધ્યાનમાંથી ચલાવી શકતું નથી. માટે માનવું જ પડે કે દુનિયાના પ્રબળમાં પ્રબળ દુઃખ કરતા ય ઉગ્ર તેમજ તેનો નાશ કરે તેવો વિરૂદ્ધ અનુભવ તેમને છે.
આ અનુભવને જ શાસ્ત્રમાં પ્રશમ–કષાયની મંદતાનું એટલે ક્ષપશમ અને ઉપશમનું મહાસુખ કહ્યું છે. આવા તે શું આનાથી ય મહાન સુખનો પરમ પ્રકર્ષ એ જ મોક્ષ છે. ત્યારે વિચારે કે મેક્ષનું સુખ કેવું મહાન હશે....? વૈરાગ્યના સુખથી જ સંસારિક સુખે છતાય છે. મેક્ષમાં વૈરાગ્યના સુખની ટોચક
ભગવાન મહાવીરસ્વામીને સંગમે છ મહિના સુધી ઘર ઉપસર્ગ કર્યા તેનું વર્ણન તે તમે પર્યુષણમાં સાંભળે છે ને? સંગમે માત્ર પ્રતિકૂળ ઉપસર્ગો જ કર્યા છે તેવું નથી, અનુકુળ ઉપસર્ગો પણ કર્યા છે. ભગવાનના માતા પિતાના રૂપ વિકુવને તેમની પાસે રડતાં-રડતાં આજીજીઓ કરાવી છે. સુંદર યુવતીઓ વિકુવને તેમના શરીરને આલિ ગને પણ દેવડાવ્યા છે. છતાં ય ભગવાન ચલિત નથી થયા આટલું જ નહિં પણ છ મહિનાના અંતે જ્યારે તે પાપી દેવ પાછો ફરે છે ત્યારે અનુપમ કૃપા ધોધ વરસાવીને પ્રભુના નેત્રમાંથી બે આંસુડા ટપકી જાય છે. વિચાર કરો કે તે કેવા મહાન સુખમાં વિહાર કરી રહ્યા હશે કે જેમાંથી ચલિત કરવા માટે સંગમદેવ સાર્થક ન થયો. એટલું જ નહિ પણ આ સંગમ મારૂં ખરાબ કરનાર છે