________________
૨૯૬ ]
[ શ્રી સિદ્ધપદ છે. બાલા, હું કેવી રીતે ઉભા રહું? જરાય હાલીશ નહિ, તમને ફાવે તેમ હું ઊભા રહે. પણ જો જો મારૂ શરીર તપથી સુકાઈ ગયું છે એટલે હાડકાને ચામડી બે એકમેક થઈ ગયા છે માટે જરા ય બુઠ્ઠી ધાર હશે તેા તમને મુશ્કેલી પડશે. આથી તમે ગમે તેવી તીક્ષ્ણ ધારની છરી લેશે તે ય મને વાંધા નથી..... ??
જરા વિચાર કરે કે, આવી મહાભયંકર વેદનાને પણ અમૃતના ઘુંટડાની માફક પીવાની જેની તૈયારી છે તે કઈ મહાસુખમાં લાગ્યા નથી એમ મનાય ખરૂ ? જો આવા વખતે તેમનામાં કેાઈ આનંદ ન હોય તે આવા દુઃખ સહેવાની તૈયારી થાય ખરી? કેવા પ્રબળ સુખને આનદ તે મહાભાએ માની રહ્યા હશે કે શરીરની ચામડી ઉતરે તેાય સામે પડેલા ઘડા ફુટી જાય કે કચરા ઊડી જાય તેવુ' જ લાગે, ધ્યાનમાં રાખો કે, ખધક મુનિની સામે જ્યારે મારાએ ઊભા રહ્યા છે અને તએ માર એની સામે નિર્ભયતાથી ઊભા છે ત્યારે એ કાંઈ વીતરાગી નથી છતાં દેહની નિઃસ્પૃહતાના આનંદ એમનામાં એટલા બધા છલકાઇ રહ્યો છે કે જે દેહના દુઃખની વાત સાંભળતા આજે પણ આપણને કંપારી છૂટી જાય છે. તે દુઃખ તેમને સહજભાવે સહન કર્યું. જેમ ઘાસના તણખલાને આગ ક્ષણવારમાં ખલાસ કરી નાંખે પણ પાણીના મહાન સર્રાવરની પાસે જાય તે યાતે જ ખલાસ થઇ જાય છે. તેમ વિષયનુ' તૃણ જેવું સુખ શરીર અને મનના દુઃખની આગ વડે ક્ષણવારમાં ખલાસ થઈ જાય છે. પણ નિસ્પૃહતાનુ, બૈરાગ્યનુ, પ્રશમનું સુખ એ સરાવર જેવુ છે કે જ્યાં શરીરના, મનના અને વચનના બધા જ દુઃખની આગ આપમેળે જ શાંત થાય છે. છતાં