________________
૩૦૨]
[ શ્રી સિદ્ધપદ થશે તેમ તમે સમજતા જશે કે મેક્ષના સુખ માટેની આ બધી વિચારણાઓને પણ ઓળંગી જાય તેવું સુખ મોક્ષમાં છે. તેની બધી દેડ થાકે છે, દલીલોના ગાત્રો કાપે છે, દૃષ્ટાંતના ડગે જ્યાં હારે છે. સંસારના અને વૈરાગ્યના સુખના તમામ અનુભવે જ્યાં હાંફે છે ત્યાં જ મોક્ષના મુખની શરૂઆત થાય છે. માટે મેક્ષના સુખની તુલનાત્મક સિદ્ધિમાં વધુ સમય ન કરતાં તેના વાસ્તવિક સ્વરૂપ તરફ ધ્યાન આપીએ.
મેક્ષના સુખની તુલના હોય જ નહીં
જે કે અહીં કોધ-માન-માયા અને લેભના પશમ કે ઉપશમથી જે પ્રશમનું, વોરાગ્યનું કે મધ્યસ્થતાનું, નિઃસ્પૃહતાનું કે ક્ષમા-નમ્રતા–સરળતા અને સંતોષનું જે સુખ પ્રગટે છે તેવું જ સુખ મોક્ષમાં છે એમ ન સમજવું. ખરેખર તે અહીં પ્રશમનું જે સુખ પ્રગટે છે તેથી ય પરમ ઉચ્ચ કોટિનું દિખ છે. તેથી અહીંના પ્રશમના સુખથી ત્યાં અનંતગણું સુખ છે એમ તમને વારંવાર જે કહ્યું તે સમજાવવા માટે જ કહ્યું છે. અને અહીં પૂ. ઉમાસ્વાતિ મ. પણ જે “ઈહવે મોક્ષઃ ” કહીને પ્રશમમાં મરત એવા મહાત્માઓને અહીં જ મોક્ષ છે એ પ્રશમના શખની મહત્તા બતાવવા માટે જ કહ્યું છે. જેમ કેઈરૂપાળી સ્ત્રીના મુખને “ચંદ્રમા” કહીએ તેથી કાંઈ તેનું મેટું ચંદ્રના એક નાનામાં નાના ટુકડા જેટલું ઉજળું હોય તેમ માની લેવાતું નથી. તેમ અહીં પ્રશમને મેક્ષનું સુખ કહેવાથી એમ ન સમજી લેવું કે, આ પ્રશમનું સુખ એ મેક્ષના સુખને જ એક અંશ છે. પણ સાચી વાત એ છે કે, જેમ મોક્ષના સુખ માટે ઇન્દ્રિયના વિષયેની અપેક્ષા કરવાની